વિદાઈ પહેલા ધ્રુજવા લાગ્યો વરરાજો, દુલ્હન બોલી- સાસરીયે નહિ જાઉ
વિદાઈ પહેલા ધ્રુજવા લાગ્યો વરરાજો, દુલ્હન બોલી- સાસરીયે નહિ જાઉ
મહોબાઃ યૂપીના મહોબામાં લગ્નની બધી જ વિધિ પૂરી થઈ ગયા બાદ દુલ્હને વિદાઈ પહેલા જ સાસરીયે જવાનો ઈનકાર કરી દીધો. દુલ્હનની વાત સાંભળી લગ્ન પ્રસંગ દરમિયાન હડકંપ મચી ગયો. બંને પરિવારના હોશ ઉડી ગયા. પહેલા ઘરવાળાઓએ પછી પરિવારના અન્ય સભ્યોએ દુલ્હનને સમજાવી, પરંતુ તે ના માની. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી, પરંતુ વાત ના બની. જે બાદ દુલ્હન લીધા વિના જ જાન પરત ફરી ગઈ.

શું છે મામલો
મામલો યૂપીમાં મહોબા જિલ્લાના કુલપહાડ કસ્બાનો છે. દેવેન્દ્ર કુમાર પુત્ર સ્વ. દીનદયાલ રૈક્વારના લગ્ન અજનર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુઢઈ ગુઢા ગામ નિવાસી રાજેન્દ્રની દીકરી સુનીતા સાથે નક્કી થયાં હતાં. બુધવારે રાત્રે એક મેરેજ હોલે જાન પહોંચી. કન્યાપક્ષે ધૂમધામથી જાનનું સ્વાગત કર્યું. હંસી ખુશી સાથે વૈવાહિક વિધિઓ થઈ. વર અને વધુએ એક બીજાને વરમાળા પહેરાવી અને અગ્નિ સમક્ષ સાત ફેરા પણ લીધા.

ધ્રુજવા લાગ્યો વરરાજો
ગુરુવારે સવારે વિદાઈની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક દુલ્હને સાસરીયે જવાની ના પાડી દીધી. દુલ્હનની વાત સાંભળી જ ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા. દુલ્હનને કારણ પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે વરરાજાના હાથ પગ ધ્રુજે છે, માટે તે તેની સાથે નહિ જાય. તેણે કહ્યું કે તે રાત્રે વરરાજાને ઠીકથી જોઈ નહોતી શકી.

ઘણી સમજાવ્યા બાદ પણ દુલ્હન ના માની
વર અને વધૂ પક્ષના લોકોએ દુલ્હનને ઘણી સમજાવી, પરંતુ વાત ના બની. મામલાની સૂચના પોલીસને આપવામા આવી. ઘટના સ્થળે પહોંચેલા સબ ઈન્સપેક્ટર આરબી શુક્લાએ પણ દુલ્હનને સમજાવી, પરંતુ દુલ્હન તૈયાર જ ના થઈ. પોલીસની હાજરીમાં બંને પક્ષની સહમતિ બાદ વિવાહ સંબંધ ખતમ કરી દેવામાં આવ્યા. જે બાદ દુલ્હનને લીધા વિના જ જાન પાછી ફરી ગઈ.












Click it and Unblock the Notifications
