વિદેશથી ભારતીયોના મૃતદેહ લાવવા હવે પીડાદાયક નહિ રહે, એર ઈન્ડિયા સાથે કરાર
વિદેશમાં જ્યારે કોઈ સંબંધી કે પરિવારના સભ્યનું મૃત્યુ થાય છે તો તેમના શબને પાછુ ભારત લાવવુ પરિવાર માટે ઘણો મોટો પડકાર બની જાય છે.
વિદેશમાં જ્યારે કોઈ સંબંધી કે પરિવારના સભ્યનું મૃત્યુ થાય છે તો તેમના મૃતદેહને પાછુ ભારત લાવવુ પરિવાર માટે ઘણો મોટો પડકાર બની જાય છે. માત્ર પડકાર નહિ પરંતુ તે ઘણુ મોંઘુ પણ સાબિત થાય છે. મૃત્યુના શોક વચ્ચે આ પ્રકારની મુશ્કેલી સહન કરવી સરળ નથી હોતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે આ મુશ્કેલી પાર પાડવા માટે એર ઈન્ડિયા સાથે કરાર કર્યો છે.

ઘણી મુશ્કેલી થતી હતી
વાસ્તવમાં હાલમાં જ જે રીતે મિડલ ઈસ્ટથી મૃત ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે બાદ સરકારે આ પગલુ લીધુ છે. એક અધિકૃત આંકડા અનુસાર રોજ લગભગ 10 ભારતીયોનું વિદેશમાં મૃત્યુ થાય છે. જેમાં મોટાભાગે માર્ગ અકસ્માતના કારણે કે પછી કુદરતી મૃત્યુ થાય છે. ભારતીય સમાજના નેતા છેલ્લા ઘણા વર્ષોથી આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા જે બાદ વિદેશ મંત્રાલય, ઉડ્ડયન મંત્રાલય, એર ઈન્ડિયા સાથે ઘણી વાર આ મુદ્દા અંગે બેઠક થઈ. જેના પર છેવટે આખરી સંમતિ સધાઈ અને તેનુ સમાધાન સામે આવ્યુ છે. સરકારે એર ઈન્ડિયાથી વિદેશમાં મૃત ભારતીય નાગરિકોને પાછા સ્વદેશ લાવવા માટે પરિવારમાંથી આનુ ભાડુ ફ્લેટ રેટ પર લેવા માટે કહેવામાં આવ્યુ છે.

કેટલો થાય છે ખર્ચ
આ કરાર પહેલા તમામ દેશોમાંથી શબને પાછુ ભારત લાવવા માટે અલગ અલગ ખર્ચ થતો હતો. યુએઈમાંથી 33 લાખ, સાઉદી અરબમાંથી 27 લાખ, કુવૈતમાંથી 9 લાખ, ઓમાનમાંથી 8 લાખ, કતારમાંથી 6.5 લાખ, બહેરીનમાંથઈ 3.5 લાખ રૂપિયા ખર્ચ થતા હતા. પરંતુ સરકાર દ્વારા એર ઈન્ડિયા સાથે કરાર થયા બાદ હવે આ ભાવનોમાં 40 ટકાનો ઘટાડો આવશે અને 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના શબ લાવવાનું ભાડુ ફ્લેટ રેટના આધારે થશે. હાલમાં જ વારાણસીમાં થયેલા પ્રવાસી ભારતીયોના કાર્યક્રમમાં વિદશે મંત્રાલયના અધિકારીએ કહ્યુ હતુ કે વિદેશમાંથી ભારતીયોના શબને પાછા લાવવા સરકારની પ્રાથમિકતા છે.

486 મૃતદેહો લાવવામાં આવ્યા
ભારત સરકારના અધિકારીએ કહ્યુ કે અમે આને સસ્તુ અને કોઈ મુશ્કેલી વિનાનુ બનાવવા ઈચ્છીએ છીએ. 2016થી 2018 દરમિયાન સરકારે 486 શબોને ભારત લાવવા મેટ અત્યાર સુધીમાં કુલ 1.6 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. અધિકારીએ જણાવ્યુ કે એરલાઈન્સ વજન અનુસાર ભાડુ વસૂલે છે એવામાં દરેક શબનું ભાડુ લગભગ 50000થી એક લાખ રૂપિયા સુધી થાય છે. એરલાઈન્સ આ કારણે પણ વધુ ભાડુ વસૂલે છે કારણકે વધુ જગ્યા લેતુ હોવાથી કૉફિનને અન્ય મુસાફરો સાથે પણ નથી રાખી શકાતુ.












Click it and Unblock the Notifications
