For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનગરની હાઉસબોટમાં બ્રિટિશ મહિલાનો મૃતદેહ મળ્યો, ડચ પર્યટકની ધરપકડ

|
Google Oneindia Gujarati News

srinagar-houseboat
શ્રીનગર, 6 એપ્રિલ : દેશના લોકપ્રિય પર્યટન સ્થળ શ્રીનગરની એક હાઉસબોટમાંથી આજે સવારે એક બ્રિટિશ પર્યટક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિલાની હત્યા સંભવિત રીતે નેધરલેન્ડના નાગરિકે કરી છે, જે હાઉસબોટના બીજા રૂમમાં રોકાયો હતો.

આ ઘટના બાદ આરોપી કાશ્મીરમાંથી ભાગી રહ્યો હતો. તેને શ્રીનગરથી અંદાજે 100 કિલોમીટરના અંતરે આવેલા બનિહાલ પાસેથી પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે સારા એલિઝાબેથ નામની આ 24 વર્ષીય યુવતી સાથે બળાત્કાર પણ આચરવામાં આવ્યો હશે.

જણાવવામાં આવે છે કે મહિલા છેલ્લા બે મહિનાથી હાઉસબોટમાં રહેતી હતી. જ્યારે શંકાસ્પદ ડચ નાગરિક માત્ર બે દિવસ પહેલા જ બોટમાં આવ્યો હતો. પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદથી આગળની તપાસમાં જોડાઇ છે.

આ અંગે કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (આઇજીપી) અબ્દુલ ગની મીરે જણાવ્યું કે 24 વર્ષની એક બ્રિટિશ મહિલા આજે સવારે એક સ્થાનિક હાઉસબોટમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. આ હત્યા કેસમાં નેધરલેન્ડના નિવાસી ડે - વિટ રિચર્ડની સામેલગીરીની ચકાસણી માટે તેની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મૃતક યુવતી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા થઇ હોવાનું જણાય છે, અમે બીજી શક્યતાઓની પણ તપાસ કરી રહ્યા છીએ.

નેધરલેન્ડનો નિવાસી મૃતક યુવતીની બાજુની જ રૂમમાં રોકાયો હતો. પોલીસને તેના રૂમનો દરવાજો ક્ષતિગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. પોલીસ પ્રમુખે જણાવ્યું કે નેધરલેન્ડનો વતની રાત્રે જ હાઉસબોટમાંથી નાસી છૂટ્યો હતો. તે પોતાના પાસપોર્ટ સિવાય બધો જ સામાન અહીં બોટમાં જ છોડી ગયો હતો. તે કાશ્મીરથી ભાગવાની ફિરાકમાં હતો. તેની ધરપકડ કરવા માટે અમે એલર્ટ પણ જાહેર કર્યું હતું.

English summary
British woman found dead on Srinagar houseboat, dutch tourist arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X