બીએસ યેદીયુરપ્પાની પૌત્રી સૌદર્યાની મૃત્યુ, એપાર્ટમેન્ટમાં ફાંસીના ફંદે લટકતી મળી લાસ

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાએ શુક્રવારે 28 જાન્યુઆરીએ પોતાના એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવી લીધી હતી. સૌંદર્યા 30 વર્ષની હતી, તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોરિંગ હોસ્પિટલમા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાએ શુક્રવારે 28 જાન્યુઆરીએ પોતાના એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવી લીધી હતી. સૌંદર્યા 30 વર્ષની હતી, તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોરિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. સૌંદર્યાને ચાર મહિનાનું બાળક પણ છે, સૂત્રોનું કહેવું છે કે, તેણીએ પ્રેગ્નન્સીથી ડિપ્રેશનના લક્ષણો દર્શાવવાનું શરૂ કર્યું હતું. સૌંદર્યા વ્યવસાયે ડોક્ટર હતી અને બેંગ્લોરમાં તેના ફ્લેટમાં રહેતી હતી.

BS Yediyurappa

સૂત્રોના જણાવ્યા અનુસાર સૌંદર્યાના પરિવારજનોને ખબર પડી કે તેણે ગળેફાંસો ખાઈ લીધો છે, તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને ડોકટરો વધુ કરી શક્યા ન હતા અને તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બીએસ યેદિયુરપ્પાના કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સૌંદર્યાનું પોસ્ટમોર્ટમ બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. સૌંદર્યા યેદિયુરપ્પાની મોટી પુત્રી પદ્માની પુત્રી હતી.

સૌંદર્યાના લગ્ન વર્ષ 2019માં ડૉક્ટર નીરજ સાથે થયા હતા, ઘટના શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘરના નોકરે સવારે કામ માટે દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા તેણે ડોક્ટર નીરજને ફોન કર્યો. નીરજે દરવાજો ખોલ્યો તો સૌંદર્યા સીલિંગ ફેન સાથે લટકતી જોવા મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ પુરાવા મુજબ આ આત્મહત્યાનો મામલો છે. અત્યાર સુધી સૌંદર્યાએ લખેલી કોઈ સુસાઈડ નોટ મળી નથી. સૌંદર્યાના નિધનથી ઘરમાં શોકનો માહોલ છે, આ સમાચારે પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાને પણ આંચકો આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X