9 ડિસેમ્બરે યેદીયુરપ્પા પોતાની પાર્ટીની જાહેરાત કરશે

યેદીયુરપ્પાએ આ પહેલા 25 ડિસેમ્બરના રોજ પોતાની પાર્ટીની વિધિવત જાહેરાત કરવા જણાવ્યું હતું. આ તારીખે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇનો જન્મદિવસ પણ છે. પરંતુ હવે તેમણે પાર્ટીના લોંચિન્ગની તારીખમાં ફેરફાર કર્યો છે.
યેદીયુરપ્પાએ ગુજરાત અને હિસાચલ પ્રદેશ ચૂંટણી અંગે જણાવ્યું હતું કે તેમને તેનાથી કોઇ લેવા દેવા નથી. 20 ડિસેમ્બરના રોજ ગુજરાત અને હિમાચલ પ્રદેશ ચૂંટણીના પરિણામ આવવાના છે. તેમણે જણાવ્યું કે ભાજપ હાઇકમાન તરફથી તેમને કોઇ સહાયતા મળી નથી તેમજ તેણે વરિષ્ઠ નેતાઓની વાત માનીને મુખ્યમંત્રી પદ છોડી દીધું પરંતુ ત્યારબાદ તેમની પાર્ટીના કોઇ નેતાએ તેમનું સમર્થન કર્યું નહી.
ભાજપથી નારાજ થયા બાદ યેદીયુરપ્પાએ નવી પાર્ટીની રચના કરવાની જાહેરાત કરી હતી. જેની ઔપચારીક જાહેરાત હવા તેઓ 9 ડિસેમ્બરના રોજ કરશે.












Click it and Unblock the Notifications
