For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીએસએફે પાકિસ્તાનીઓનો જમ્મુ સરહદે ધૂસણખોરીનો પ્રયાસ રોક્યો

|
Google Oneindia Gujarati News

bsf-at-border
જમ્મુ, 7 મે : આજે વહેલી સવારે ફરી એકવાર પાકિસ્તાનીઓ દ્વારા ભારતમાં જમ્મુ સરહદથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે ચેકિંગ માટે નીકળેલા બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના જવાનોએ જરૂરી ગોળીબાર કરી તમામને પાછા જવા માટે મજબૂર કર્યા હતા.

પ્રાપ્ત અહેવાલો અનુસાર આજે જમ્મુના સામ્બા સેક્ટર પાસે આવેલી બલ્લાડ બોર્ડર પોસ્ટ પર બીએસએફના જવોનો દ્વારા નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બલ્લાડ પોસ્ટ જમ્મુથી અંદાજે 55 કિલોમીટરના અંતરે આવેલી છે. આ ચેકિંગ દરમિયાન તેમને સવારે 5 વાગે હલચલ જોવા મળી હતી.

બીએસએફના જવાનોએ ભારતમાં ઘૂસણખોરી કરવા ઇચ્છતા પાકિસ્તાની લોકોના જૂથ પર ગોળીવાર કર્યો હતો. આ ગોળીબાર વહેલી સવારે 5.10 વાગ્યાથી 5.35 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો. આ પ્રયાસ બાદ ભારતમાં ધૂસણખોરીના ઇરાદે સરહદ પર આવેલા પાકિસ્તાનીઓ પાછા જવા માટે મજબૂર બન્યા હતા.

ભારતીય લશ્કરના અધિકારીના જણાવ્યા અનુસાર કોઇ પણ વ્યક્તિ ઘૂસણખોરી કરી ના શકે તે માટે ખૂબ ઝીણવટપૂર્વકનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. ભારત પંજાબથી લઇને જમ્મુના ચીકન નાળા સુધી અંદાજે 200 કિલોમીટરની ઇન્ટરનેશનલ બોર્ડર પાકિસ્તાન સાથે શેર કરે છે. ત્યાર બાદ લદ્દાખ સુધી 720 કિલોમીટરની લાઇન ઓફ કન્ટ્રોલ છે.

English summary
BSF foils infiltration bid near Jammu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X