J&K: આતંકીઓએ ઘરમાં ઘૂસી BSF જવાનની કરી હત્યા

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકીઓએ એક બીએસએફ જવાનની તેના જ ઘરમાં ઘુસીને હત્યા કરી હતી.

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓએ એક બીએસએફ જવાનની તેના ઘરે જ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના બુધવારે સાંજે ઘટી હતી, જેમાં બીએસએફ જવાનના ત્રણ પરિવારજનો પણ ઘાયલ થયા છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, મૃતક બીએસએફ જવાનનું નામ રમીઝ અહમદ પૈરી હતું. 2011થી બીએસએફમાં કાર્યરત રમીઝ રજાઓ માણવા પોતાના બાંદીપોરા સ્થિત પોતાના ઘરે ગયા હતા. બુધવારે સાંજે આતંકીઓ અચાનક જ તેમના ઘરમાં ઘુસ્યા હતા અને રમીઝને ખેંચીને ઘરની બહાર લાવ્યા હતા.

bsf jawan

આ દરમિયાનમાં રમીઝના પરિવારજનો અને આતંકી વચ્ચે અથડામણ પણ થઇ હતી. આતંકીઓએ રમીઝ પર ગોળીબાર કર્યો હતો, આ હુમલામાં રમીઝનું મૃત્યુ થયું હતું અને તેમના પિતા મોહમ્મદ મકબૂલ પૈરે, તેમના માતા અને ફોઇને ઇજા પહોંચી હતી. હાલ રમીઝના ત્રણેય પરિવારજનોને ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રમીઝ અહમદના મૃત્યુ બાદ સુરક્ષાદળો દ્વારા બાંદીપોરા અને તેના નજીકના વિસ્તારોમાં આતંકીઓને શોધવા માટે તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જમ્મુ પોલીસ અનુસાર, આ હુમાલ પાછળ લશ્કર-એ-તોયબાનો હાથ હોઇ સકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X