
રાજસ્થાન બોર્ડર પર BSFના જવાનની ધગધગત તડકા સાથે જંગ, તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું
જેસલમેરઃ રજસ્થાનનું રણ પાછલા કેટલાય દિવસોથી ભઠ્ઠીની જેમ તપી રહ્યું છે. આકાસથી વરસી રહેલી આગ વચ્ચે રણમાં પહેરેદારી કરી રહેલા ભારતીય સેનાના જવાનોની મુશ્કેલીમાં વધારો થયો છે. પશ્ચિમી રાજસ્થાનમાં સૂર્ય ચઢતાની સાથે જ તેજીથી તાપમાનમાં વધારો થઈ રહ્ય છે અને બપોર સુધીમાં 50 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે.

સવારે 11 વાગ્યે ઘરેથી નીકળવું મુશ્કેલ
આવી ભીષણ ગરમીમાં પણ સેનાના જવાનો દેશની રક્ષા માટે રણમાં બોરડર કાંઠે ઉભા છે. પકિસ્તાન સાથે બોર્ડર શેર કરતાં રાજસ્થાનના જેસલમેરમાં તો બપોરે 11 વાગ્યા બાદ ઘરની બહાર નીકળવું જ મુશ્કેલ થઈ રહ્યું છે. બોર્ડર પર તહેનાત બીએસએફની જેસલમેર જિલ્લામાં આવેલ મુરાર ચોકી, શાહગઢ બલ્જ અને તનોટ સીમા ચોકીઓ પર સોમવારે બપોર સુધીમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું. તપતપાવી મૂકતી ભીષણ ગરમી છતાં બીએસએફના જવાન મુસ્તૈદી સાથે સીમા પર સતર્ક છે.

રણની રેતી પર તરત સેકાઈ જાય છે પાપડ
બીએસએફના અધિકારીઓનું કહેવું છે કે પાછલા એક અઠવાડિયામાં 40-45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે. કેટલીયવાર તો 49 ડિગ્રીને પણ પાર કરી જાય છે. રેતી એટલી ગરમ થઈ જાય છે કે તેના પર આસાનીથી પાપડ સેકી શકાય ચે. આમલેટ બનાવી શકાય છે. પાછલા વર્ષે મુરાર સીમા ચોકી પર જવાનોએ સતત બે દિવસ સુધી રેતી પર પાપડ સેક્યા હતા. બીએસએફ અધિકારીઓનું કહેવું છે કે મે અને જૂન મહિનો દર વર્ષે ગરમ રહે છે. એવામાં જવાનો પહેલેથી જ તૈયાર રહે છે.

20 જવાનોને રણના સાપ કરડ્યા
ગરમી ગમે તેટલી કેમ ના હોય, પેટ્રોલિંગ હંમેશા ચાલુ રહે છે. 24થી 30 કિમી પ્રતિ કલાકની ગતિથી ચાલતી ગરમ હવાઓ અને આકાસને આંબતા તાપમાન શરીરની ક્રિયાઓ ધીમી કરી દે છે. નાકમાંથી લોહી આવવું, ચક્કર આવવા, ઉલ્ટી વગેરે થવી સામાન્ય વાત છે. રણ વિસ્તારોમાં સાપ અને વિંછીનો ખતરો પણ હંમેશા બન્યો રહે છે. પાછલા બે વર્ષમાં 20 જવાનોને સાપ કરડ્યા છે. જ્યારે ગરમ રેતીના કારણે જૂતા પણ ઓગળવા લાગે છે.

ગાડી રણમાં ફસાતાં સમસ્યા વધી જાય છે
શનિવારે જેસલમેરમાં તાપમાન 45 ડગ્રી હતું. તેની સાથે જ કેટલીય જગ્યાએ આંધી પણ ચાલી. જેસલમેર સીમા પર બીજા દેશમાં મહત્તમ તાપમાન થોડુંકે જ ઘટ્યું હતું. એવા વિષમ હાલાતમાં પણ બીએસએફના જવાન સામી છાતીએ પેટ્રોલિંગ કરી રહ્યા છે. સીમા ચોકીઓ પર લાગેલા તાપમાન યંત્રોમાં ક્યારેક ક્યારેક પારો 50 ડિગ્રીને પાર ચાલ્યો જાય છે, પરંતુ બધી તકલીફો છતાં પણ બીએસએફના જવાન બોર્ડર પર રક્ષા કરી રહ્યા છે. કિશનગઢ બલ્જ અને શાહગઢ બલ્જની કેટલીય સીમા ચોકીઓના પ્રવાસ દરમિયાન આ જવાનો હાથમાં બંધૂકો લઈ અને માથા પર ટોપી પહેરી પેટ્રોલિંગ કરતા જોવા મળે છે. હાલાત ત્યારે વધુ બગડી જાય છે જ્યારે તેમની ગાડીઓ રેતીમાં ફસાઈ જાય.
ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ, જુઓ લાઈવ