પંજાબ-ફિરોઝપુરમાં બીએસએફના રડાર પર જોવા મળ્યા ઘણા પાકિસ્તાની ડ્રોન
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ને પંજાબના ફિરોઝપુર જિલ્લામાં પાકિસ્તાન તરફથી આવનારા ઘણા ડ્રોન જોવા મળ્યા છે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ને પંજાબના ફિરોઝપુર જિલ્લામાં પાકિસ્તાન તરફથી આવનારા ઘણા ડ્રોન જોવા મળ્યા છે. બીએસએફ સૂત્રો તરફથી માહિતી આપવામાં આવી છે કે પાક તરફથી ડ્રોન દેખાયા બાદ ફાયરિંગ કરવુ પડ્યુ. બીએસએફ સૂત્રોનો દાવો છે કે હુસેનીવાલા સેક્ટરમાં આ ડ્રોન્સને રાતે લગભગ 10.30 વાગે જોવામાં આવ્યા હતા.

નવ ઓક્ટોબરે પણ દેખાયા હતા
નવ ઓક્ટોબરે બીએસએફ તરફથી હુસેનીવાલા બોર્ડર પર પહેલી વાર ઘણા ડ્રોન જોવા મળ્યા હતા. બોર્ડર પોસ્ટ્સ પર આ ડ્રોન જોવા મળ્યા બાદ બીએસએફે આખા પંજાબમાં સર્ચ ઑપરેશન લૉન્ચ કર્યુ હતુ. બાદમાં આ ઑપરેશનમાં પંજાબ પોલિસને પણ શામેલ કરવામાં આવી હતી. સેના અને બીએસએફ તરફથી સપ્ટેમ્બર મહિનામાં બૉર્ડર પર એલઓસી પર ડ્રોન દેખાવાના કારણે એલર્ટ જારી કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત બધા જવાનો અને પોસ્ટ્સ પર તૈનાત જવાનોને આ રીતની ઘૂસણખોરી રોકવા માટે ચાંપતી નજર રાખવા માટે પણ કહેવામાં આવ્યુ હતુ.
વધુમાં જણાવવામાં આવી રહ્યુ છે કે પાક તરફથી જીપીએસથી લેસ ડ્રોન જે 10 કિલોગ્રામ સુધીનુ વજન ઉઠાવી શકે છે તેમણે પંજાબમાં હથિયાર અને નકલી નોટ મોકલવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ડ્રોન ચીનમાં બનેલા છે. તરણતારણ જિલ્લામાં પોલિસને આ પ્રકારના ડ્રોન પણ મળ્યા હતા. આ જિલ્લામાં થયેલા બ્લાસ્ટની તપાસમાં માલુમ પડ્યુ હતુ કે પાક તરફથી આવેલા ડ્રોને સાતથી આઠ વાર ઉડાન ભરી હતી અને બ્લાસ્ટના હથિયારોને ડ્રોપ કર્યા હતા.












Click it and Unblock the Notifications
