બસપા નેતા સહિત ચાર યુવકોએ વિદ્યાર્થીની સાથે ગુજાર્યો સામૂહિક બળાત્કાર

પોલીસે જણાવ્યું હતું કે શાસ્ત્રી નગરની રહેવાસી વિદ્યાર્થી શનિવારે સાંજે સાત વાગે ટ્યૂશન જઇ રહી હતી. ત્યારે રસ્તામાં બસપા નેતા સહિત ચાર યુવકોએ તેનું અપહરણ કરી લીધું હતું.
તેમને કહ્યું હતું કે આરોપીઓએ તેની સાથે ચાલુ કારમાં બળાત્કાર ગુજાર્યો હતો. પછી તેને લક્ષ્મી વિહાર વિસ્તારમાં એક મકાનમાં લઇ ગયા. ત્યાં વિદ્યાર્થીની સાથે બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ વિદ્યાર્થીનીને પીવીએસ મોલ પાસે ફેંકીને ફરાર થઇ ગયા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તે દિવસે આરોપીઓ વિદ્યાર્થીના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનો ધમકી આપી હતી કે આ અંગે કોઇને જાણ કરી તો વિદ્યાર્થીની અને તેના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તેમને જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીએ બે આરોપીઓની ઓળખ કરી લીધી છે. એકનું નામ અમિત ભડાના અને બીજાનું નામ સુમિત ગુર્જર છે. કહેવામાં આવે છે કે અમિત બસપાનો સ્થાનિક નેતા છે. પોલીસે જણાવ્યું હતું કે ચારેય આરોપીઓ વિરૂદ્ધ નૌચંદી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હજુ સુધી ચારેય આરોપી ફરાર છે.
-
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર







Click it and Unblock the Notifications
