કર્ણાટક વિધાનસભામાં છોકરીઓની તસવીરો જોઈ રહ્યા હતા BSP નેતા, પકડાઈ ગયા

કર્ણાટક વિધાનસભામાં છોકરીઓની તસવીરો જોઈ રહ્યા હતા BSP નેતા

બેંગ્લોરઃ કર્ણાટકમાં બહુજન સમાજ પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય એન મહેશ વિવાદમાં ફસાયા છે. તેમના પર આરોપ લાગ્યો છે કે, વિધાનસભામાં સોમવારે જે સમયે કાર્યવાહી ચાલી રહી હતી તે સમયે ધારાસભ્ય એન મહેશ મોબાઈલમાં છોકરીઓની તસવીરો જોઈ રહ્યા હતા. આવું કરતી વખતે ત્યાં લાગેલ સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા. સદનની અંદર ધારાસભ્ય મહેશની આ હરકતને મામલે વિવાદ સર્જાયો છે. આ મામલે તેમણે સ્પષ્ટતા પણ કરી છે.

મોબાઈલનો ઉપયોગ કરતા એન મહેશ જોવા મળ્યા

મોબાઈલનો ઉપયોગ કરતા એન મહેશ જોવા મળ્યા

મંગળવારે પણ કર્ણાટકમાં બીએસપીના એકમાત્ર ધારાસભ્ય એન મહેશ મોબાઈલનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. જેમાં તેઓ છોકરીઓની તસવીરો જોઈ રહ્યા હતા. જે વિધાનસભા પરિસરમાં લાગેલ એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. મામલાને પગલે એન મહેશ મીડિયા સામે આવ્યા અને આ મામલે સ્પષ્ટતા આપી છે. મીડિયા સાથે વાત કરતા બીએસપી ધારાસભ્યએ પોતાની ભૂલ માની અને કહ્યું કે હા વિધાનસભા પરિસરમાં હું મોબાઈલ લઈને ગયો હતો.

હું માત્ર દુલ્હનની પ્રોફાઈલ જોઈ રહ્યો હતો

હું માત્ર દુલ્હનની પ્રોફાઈલ જોઈ રહ્યો હતો

ધારાસભ્યએ કહ્યું કે હું સ્વીકાર કરું છું કે હું મોબાઈલ લઈને ગયો હતો જે મારી ભૂલ હતી. હું આવું ફરી ક્યારેય નહિ કરું. પરંતુ તમે પણ કેવા પ્રકારનું પત્રકારત્વ કરી રહ્યા છે. એન મહેશે કહ્યું કે મીડિયા દરેક ચીજને સનસનીખેજ મામલો બનાવવામાં લાગી જાય છે. એક પિતા તરીકે મારા દીકરા માટે ચિંતિત છું એટલે જ એક સારી છોકરીની તલાશ કરી રહ્યો છું. વાત માત્ર એટલી જ છે. હું માત્ર એક દુલ્હનની પ્રોફાઈલ જોઈ રહ્યો હતો તેનાથી વધુ કંઈ નહિ.

વિધાનસભામાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે

વિધાનસભામાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે

જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા અને વિધાન પરિષદની કાર્યવાહી દરમિયાન સભ્યો પર મોબાઈલ લઈ જવાની મનાઈ છે પરંતુ હંમેશા જોવા મળતું હોય છે કે ધારાસભ્યો આ નિયમનું પાલન નથી કરતા હોતા. આવી આ પહેલી ઘટના નથી, અગાઉ પણ ભાજપના એક ધારાસભ્ય મોબાઈલ પર કોંગ્રેસની મહિલા ધારાસભ્યના ફોટા જોતા જોવા મળ્યા હતા. ભાજપના ધારાસભ્યની આ હરકત પણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X