For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં મંત્રીએ આંબેડકર પર કરી અભદ્ર ટિપ્પણી, હંગામો

|
Google Oneindia Gujarati News

uttar-pradesh-assembly
લખનઉ, 1 માર્ચઃ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ગુરુવારે વધું એક શરમજનક ઘટના ઘટી જ્યારે એક મંત્રીએ ડો. ભીમરાવ આંબેડકર વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેને લઇને બસપાના ધારાસભ્યોએ જોરદાર હંગામો કર્યો. આ વચ્ચે ધારાસભ્યોએ સુરક્ષાકર્મીઓ સાથે ધક્કા-મુક્કી પણ કરી.

સપાના મંત્રી રાજેન્દ્ર સિંહ રાણાએ આંબેડકરની જ નહીં પરંતુ બસપાના કાર્યકર્તાઓ પર પણ આપત્તિજનક ટિપ્પણી કરી. જે બસપાના નેતાઓ સહન કરી શક્યાં નહીં. ડો. આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું હોવાનું જણાવી તેઓ વેલમાં આવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આક્રોશિત બસપા સભ્યોના આ હંગામાના કારણે સદનની કાર્યવાહી લગભગ અડધા કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષ માતા પ્રસાદ પાંડેયે વારંવાર સમજાવ્યા પછી પણ બસપાના સભ્યો પોતાની બેઠકો પર ગયા નહીં અને રાજ્યમંત્રી રાજેન્દ્ર સિંહા રાણાને આંબેડકર અંગે કરવામાં આવેલી ટિપ્પણી પર ખેદ વ્યક્ત કરવા અને તેને પરત લેવામાં આવે તેની માંગ કરવા લાગ્યા.

નેતા પ્રતિપક્ષ સ્વામી પ્રસાદ મૌર્યએ પણ વેલમાં ઘરણા કર્યા. હંગામા દરમિયાન માત્ર 15 મીનિટમાં જ પહેલાથી સ્વિકૃત તમામ વક્તવ્ય વાંચ્યા હોવાનું માની લેવામાં આવ્યું અને સદનની કાર્યવાહીસોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી.

આ પહેલાં મંત્રી રાણાએ કહ્યું કે બસપાએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં આંબેડકરને પોતાની વ્યક્તિગત સંપત્તિ બનાવી લીધા હતા. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન તેમનું બઝારીકરણ કર્યું. બસપાના સભ્યોનુ કહેવું છે કે આ ટિપ્પણી આપત્તિજનક છે, સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે મહાપુરષોનું કોઇપણ કિંમતે અપમાન સહન કરવામાં નહીં આવે.

આ વચ્ચે સંસદીય કાર્યમંત્રી મો. આઝમ ખાને કહ્યું કે આપત્તિજનક ટિપ્પણીને કાર્યવાહીથી કાઢવામાં આવ્યાના વિધાનસભા અધ્યક્ષના આશ્વસાન બાદ બસપાના સભ્યોએ શાંત થઇ જવું જોઇતું હતુ. બસપા સભ્યોના હંગામા વચ્ચે રાજેન્દ્ર સિંહ રાણાએ કહ્યું કે, તેમણે પોતાના ભાષણમાં આંબડેકર અંગે કોઇ આપત્તિજનક અને અમર્યાદિત ટિપ્પણી નથી કરી, જે લોકોએ તેમનું બઝારીકરણ કર્યું છે તેમને આ વાત ખોટી લાગી છે. તેમણે કહ્યું કે જે કહ્યું તેમાં કંઇપણ આપત્તિજનક નથી, તેથી ટિપ્પણી પરત લેવા અથવા તેના પર ખેદ વ્યક્ત કરવાનો કોઇ પ્રશ્ન ઉઠતો નથી.

English summary
BSP MLAs created ruckus in Uttar Pradesh Assembly over Samajwadi Party ministers' remark on Dr. BR Ambedkar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X