For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રતિબંધ હટતા જ માયાતીએ સાધ્યું નિશાન, કહ્યું- યોગી પર ચૂંટણી પંચ આટલું મહેરબાન કેમ?

પ્રતિબંધ હટતા જ માયાતીએ સાધ્યું નિશાન, કહ્યું- યોગી પર ચૂંટણી પંચ આટલું મહેરબાન કેમ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ધર્મના આધારે વોટ માંગવાના કારણે બસપા સુપ્રીમો માયાવતીના પ્રચાર પર ચૂંટણઈ પંચે 48 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો હતો. જ્યારે આજે પ્રતિબંધના 48 કલાક પૂરા થતા જ માયાવતીએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું. માયાવતીએ ગુરુવારે ટ્વીટ કરી પૂછ્યું કે યૂપીના સીએમ આદિત્યનાથ મંદિરે-મંદિરે ફરી રહ્યા છે અને ચૂંટણીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ચૂંટણી પંચ તેમના પર મહેરબાની કેમ કરી રહ્યું છે?

 માયાવતીએ ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ

માયાવતીએ ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ

બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વીટ કર્યું કે, જો આવો જ ભેદભાવ અને ભાજપના નેતાઓ પ્રત્યે ચૂંટણી પંચ અણદેખી અને ખોટી મહેરબાની ચાલુ રાખશે તો પછી આ ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ હોવી અસંભવ છે. ભાજપનું નેતૃત્વ આજે પણ તેવી જ મનમાની કરવા પર તુલ્યું છે જેવી તેઓ અત્યાર સુધી કરતા આવ્યા છે, કેમ?

ચૂંટણી લક્ષી લાભ લઈ રહ્યા છે યોગી

માયાવતીએ બીજા ટ્વીટમાં કહ્યું કે ચૂંટણી પંચની મનાઈ હુકમનો ખુલ્લંખુલ્લા ઉલ્લંઘન કરી યૂપીના સીએમ યોગી શહેર- શહેર અને મંદિરોમાં જઈ અને દલિતોના ઘરની બહાર ભોજન લેવા વગેરે સહિતના ડ્રામા તથા તેને મીડિયામાં પ્રસારિત કરાવી ચૂંટણી લક્ષી લાભ લેવાનો ખોટો પ્રયાસ સતત કરી રહ્યા છે પરંતુ આયોગ તેમના પર આટલી મહેરબાન કેમ છે?

યોગી કાલે અયોધ્યાના પ્રવાસે હતા

દેવબંદ રેલીમાં આપવામાં આવે ભાષણ પર ચૂંટણી પંચે એક્શન લેતા બસપા સુપ્રીમોના પ્રચાર પર 48 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો હતો. ચૂંટણી પંચે લગાવવામાં આવેલ પ્રતિબંધ મંગળવારે સવારે 6 વાગ્યેથી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી ચાલ્યો. જ્યારે યૂપીના સીએમ પર પણ ચૂંટણી પંચે 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ કોઈ ચૂંટણી રેલી ન કરી શકે. પરંતુ યોગી કાલે અયોધ્યાના પ્રવાસે ગયા હતા જ્યાં તેમણે હનુમાનગઢીમાં દર્શન-પૂજા બાદ એક દલિત પરિવારના ઘરે ભોજન કર્યું હતું. યોગી આદિત્યનાથના આ પ્રવાસનો કેટલાય રાજનૈતિક દળો વિરોધ કરી રહ્યા છે.

Video: મહારાષ્ટ્રમાં પીએમ મોદી બોલ્યાઃ પછાત હોવાના કારણે કોંગ્રેસે મને ગાળો દીધીVideo: મહારાષ્ટ્રમાં પીએમ મોદી બોલ્યાઃ પછાત હોવાના કારણે કોંગ્રેસે મને ગાળો દીધી

English summary
BSP Supremo Mayawati targets election commission over cm yogi temple visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X