બુદ્ધની 'સંભોગરત પ્રતિમા', પ્રેમ પ્રતિક કે ભગવાનની નિંદા

budhha
નવી દિલ્હી, 22 મે: ચીનના યુનાન પ્રાંતમાં બુદ્ધની સંભોગરત પ્રતિમા વિવાદનું કારણ બની ગઇ છે. યુનાન પ્રાંતના એક બારમાં બુદ્ધ જોડાની ચાર મીટર ઉંચી પ્રતિમા લગાવવામાં આવી છે. તંત્ર પાસે ઇશનિન્દાની ફરિયાદો બાદ વિવાદિત પ્રતિમાને હટાવવાનો નિર્દેશ જાહેર કર્યો છે. ખાસ વાત એ છે કે બાર માલિકે આ પ્રતિમાને એક ભારતીય મૂર્તિકાર પાસે બનાવડાવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર યુનાન પ્રાંતના લિજેંગ શહેરના યાનયૂ પબમાં આ સેંટરપીસ લગાવેલ છે. જેમાં પુરૂષ બુદ્ધની જાંગો પર એક મહિલા બુદ્ધ કમળ મુદ્રા (કામશાસ્ત્રમાં દર્શાવેલ એક મુદ્રા)માં બેઠેલી છે. થોડા દિવસો પહેલાં આ પ્રતિમાને જોનારોની ભારે ભીડ જામી હતી. લિજેંગ દક્ષિણી ચીનનું પ્રખ્યાત ટૂરિસ્ટ સ્થળ છે જેને પ્રેમનું શહેર કહેવામાં આવે છે. અહીં પ્રેમને પ્રોત્સાહન આપતી પ્રતિમાઓ ઠેર-ઠેર જોવા મળે છે.

આ પ્રતિમાએ શહેરમાં નવો વિવાદ શરૂ કરી દિધો છે. પહેલા વિરોધ શહેરના તંત્ર દ્રારા કરવામાં આવ્યો હતો. તંત્રનું કહેવું છે કે આ પ્રકારની પ્રતિમા બુદ્ધની ખોટી છાપ રજૂ કરે છે અને સાથે તેનાથી ચીની સંસ્કૃતિ સંબંધમાં પણ ખોટો સંકેત જાય છે.

ઇંટરનેટ પર તેને 'બ્લાસફેમી' એટલે કે ઇશનિંદા ગણાવામાં આવી છે. તેના જવાબમાં બાર માલિક મિસ્ટર લિને કહ્યું હતું કે આ પ્રતિમા તિબ્બતી બૌદ્ધ જીવન દર્શાવે છે અને તેમાં પ્રેમ સિવાય બીજું કંઇ નથી. બાર માલિકે સ્પષ્ટ કર્યું છે કે તેનો ઇરાદો કોઇ સંસ્કૃતિ કે સભ્યતાનું અપમાન કરવાનો ન હતો. તેને પ્રેમના સંદર્ભમાં જોવી જોઇએ ના કે ઇશનિંદાના સ્વરૂપમાં.

બાર માલિકે કહ્યું હતું કે તેને સેંટરપીસમાં પ્રસન્ન બુદ્ધની પ્રતિમાને કોતરવામાં આવી છે. પ્રતિમામાં પુરૂષ બુદ્ધ ન્યાયને સંચાલિત કરે છે અને મહિલા બુદ્ધ બૌદ્ધિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તે પ્રતિમા સૌભાગ્ય અને પ્રેમનું પ્રતિક છે જેનું બધા તિબત્તીઓએ સંન્માન કરવું જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X