For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2019: દરેક નાગરિકને 2024 સુધી સ્વચ્છ પીવાનું પાણી મળશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમનએ તેમના બજેટમાં જાહેરાત કરી છે કે દેશના દરેક નાગરિકને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું તેમની સરકારની પ્રાથમિકતા છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમનએ તેમના બજેટમાં જાહેરાત કરી છે કે દેશના દરેક નાગરિકને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું તેમની સરકારની પ્રાથમિકતા છે. સરકાર 'હર ઘર જલ' યોજના દ્વારા 2024 સુધીમાં તમામ નાગરિકોને પીવાના પાણીની ઉપલબ્ધતા માટે કામ કરી રહી છે.

nirmala sitharaman

નાણામંત્રીએ કહ્યું કે, સરકારે પાણી માટે પાણી પુરવઠા મંત્રાલયની રચના કરી છે. પાણી પુરવઠાનો ધ્યેય અમલમાં મુકવામાં આવી રહ્યો છે, 1500 બ્લોકની ઓળખ કરવામાં આવી છે. આ દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. 2024 સુધીમાં સરકારનું લક્ષ્ય દરેક ઘરમાં પાણી પહોંચાડવાનું છે.

મંત્રીએ જાહેરાત કરી કે 2014 પછી 9.6 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે. 5.6 લાખ ગામડાઓ આજે દેશમાં ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ ગયા છે. અત્યાર સુધીમાં 2 કરોડ લોકોને ડિજિટલ રૂપથી સાક્ષર બનાવામાં આવ્યા છે. ગ્રામીણ-શહેરી તફાવતને ભરવા માટે, સરકાર ડિજિટલ ક્ષેત્રને પ્રોત્સાહિત કરી રહી છે. સરકાર સ્વચ્છ ભારત હેઠળ, દરેક ગામમાં વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ કામ કરી રહી છે.

આ પણ વાંચો: આશા, વિશ્વાસ અને આકાંક્ષાથી આપણે 50 ખરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનીશુઃ સીતારમણ

મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે સંસદમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. મોદી સરકારના આ કાર્યકાળનું પહેલું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમન રજૂ કરી રહી છે. કેબિનેટમાંથી બજેટને મંજૂરી મળ્યા પછી, નિર્મલા સીતારમનએ લોકસભામાં બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ કરતાં, નિર્મલા સીતારમને કહ્યું કે મજબૂત દેશ માટે મજબૂત નાગરિકની જરૂર છે, દેશના દરેક નાગરિક સુધી પહોંચવા માટે સરકારના પ્રયત્નો ચાલુ છે.

આ પણ વાંચો: બ્રીફકેસની જગ્યાએ લાલ મખમલના કપડામાં બજેટ લપેટીને લાવ્યા સીતારમણ, કેમ?

English summary
Budget 2019: Every citizen will get clean drinking water by 2024
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X