Budget 2024 : આ એક ઘમંડી બજેટ હતું, જાણો શું કહ્યું સાંસદ હરસિમરત કૌરે?
કેન્દ્ર સરકારના બજેટ બાદ વિપક્ષી નેતાઓના નિવેદનો આવી રહ્યા છે. આ ક્રમમાં અકાલી દળની સાંસદ હરસિમરત કૌરે બજેટને અહંકારી ગણાવ્યુ.
મોદી સરકાર 2.0નું વચગાળાનું બજેટ ગુરુવારે રજૂ કરવામાં આવ્યું છે. એક તરફ સરકાર આ બજેટને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ બજેટ ગણાવી રહી છે તો બીજી તરફ વિપક્ષે નિરાશાજનક ગણાવ્યુ.

શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું કે, મેં આ બજેટમાં ઘમંડ જોયો છે. આ સાથે તેમણે સરકારના 10 વર્ષના કાર્યકાળ પર પણ નિશાન સાધ્યું.
શિરોમણી અકાલી દળના સાંસદે બજેટ ભાષણ સમાપ્ત થયા પછી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મને આ બજેટમાં એક અહંકાર દેખાઈ રહ્યો છે કે અમે જુલાઈમાં બજેટ રજૂ કરીશું.
બીજેપી પર નિશાન સાધતા તેમણે કહ્યું કેસ તમે કોઈપણ ચૂંટણીને હળવાશથી ન લઈ શકો. તમે છેલ્લા 10 વર્ષમાં આપેલા વચનો પૂરા કરો નહીં કે વધુ સપના દેખાડો.
તેણીએ કહ્યું કે, આ બજેટ પોકળ છે, બજેટમાં કંઈ જ નથી. ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે કંઈ જ નથી. ફક્ત પોતાની પીઠ પર થપથપાવવાની વાત છે. સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, આ 10 વર્ષમાં સરકારે કેટલા યુવાનોને રોજગારી આપી? તમે કેટલા ખેડૂતોની આવક બમણી કરી છે?
સાંસદે કહ્યું કે, 40 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા છે, 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. મહિલા આરક્ષણ પર હરસિમરત કૌર બાદલે કહ્યું કે વોટ બેંકને નિશાન બનાવવા માટે તેને લવાયુ છે. તેના અમલ માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
