Budget Halwa Ceremony : બજેટની હલવા સેરેમનીમાં ખરેખર હલવો બને છે? જાણો કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે?

Budget Halwa Ceremony 2025 : ભારતમાં બજેટની શરૂઆત હલવા સેરેમની સાથે થાય છે. આ પરંપરા ભારતમાં આઝાદી બાદથી ચાલી આવી છે.

હલવા સેરેમની એ વાતનું પ્રતીક છે કે બજેટ બની ગયુ છે અને હવે તેને છાપવાની શરૂઆત થવા જઈ રહ્યું છે. આ સેરેમની બજેટ સાથે જોડાયેલા કર્મચારીઓનું સન્માન પણ છે.

Budget Halwa Ceremony

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ તૈયાર કરવાની લોક ઇન પ્રક્રિયા પહેલાં આ હલવા સેરેમનીનું આયોજન કરવાની પરંપરા રહી છે.

આ દરમિયાન નાણા મંત્રાલયના રસોડામાં એક મોટા તપેલામાં હલવો તૈયાર કરવામાં આવે છે, જે નાણામંત્રી પોતે પોતાના હાથે બજેટ તૈયાર કરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને પીરસે છે.

બજેટ સત્ર પહેલા હલવા સેરેમની દરમિયાન, નાણાંમંત્રી સાથે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં હાજર હોય છે, જે હલવો ખાધા પછી બજેટ છાપવાનું કામ શરૂ કરે છે. આ અધિકારીઓ અને કર્મચારીઓ બજેટ છાપવાની શરૂઆતથી લઈને નાણામંત્રીના બજેટ ભાષણ સુધી મંત્રાલયમાં રહે છે. આ પ્રક્રિયા એકદમ ખાનગી છે, કર્મચારીઓને પણ તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની મનાઈ હોય છે.

બજેટ હલવો શેનાથી તૈયાર કરવામાં આવે છે તેની કોઈ ચોક્કસ માહિતી નથી. જો કે, કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે બજેટ પહેલા કર્મચારીઓને લોટ અને સોજીની ખીર ખવડાવવામાં આવે છે. આ હલવો સૂકો મેવો અને દેશી ઘી સાથે તૈયાર કરવામાં આવે છે. હલવો બનાવવાની પ્રક્રિયાનું નેતૃત્વ નાણામંત્રી પોતે કરે છે.

આ સમારોહ સામાન્ય રીતે બજેટ રજૂ કરવાના પાંચ દિવસ પહેલા યોજાય છે. હલવા સમારોહ નોર્થ બ્લોકમાં આયોજિત થાય છે. બજેટ છાપવાના કામને ફ્રાઈંગ પેનને સ્પર્શ કરીને અને હલવો પીરસીને લીલી ઝંડી આપવામાં આવે છે. બજેટનું છાપકામ નોર્થ બ્લોકના ભોંયરામાં થાય છે, છાપકામ માટે અહીં એક પ્રિન્ટિંગ પ્રેસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X