For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇઃ બે માળની બિલ્ડિંગ ધરાશયી, 3ના મોત, 20ને ઇજા

|
Google Oneindia Gujarati News

thane
ઠાણે, 4 જૂલાઇઃ મહારાષ્ટ્રના ભિવંડી શહેરમાં બુધવારે મોડી રાત્રે બે માળની બિલ્ડિંગ ધરાશયી થતાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 20થી વધુ લોકોને ઇજા પહોંચી છે. પોલીસે આ જાણકારી આપી છે. નારપોલી પોલીસ મથકના તપાસકર્તા અધિકારી રમેશ પાટિલે ગુરુવારે કહ્યું કે, નારપોલી વિસ્તારમાં અરિહંત પરિસરમાં બિલ્ડિંગ નંબર 14 બુધવારે મોડી રાત્રે 1.15 વાગ્યે ધરાશયી થઇ ગઇ.

પાટિલે જણાવ્યું કે, દુર્ઘટના દરમિયાન બે ડઝન લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 15 ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ કાપડ મિલમાં કામ કરતા 28 વર્ષિય લાલ મોહમ્મદના રૂપમાં કરવામાં આવી છે.

બિલ્ડિંગ ધરાશયી થવાનું કારણ હજુ જાણી શકાયું નથી. બચાવ દલના સભ્યા ઇમારતમાં હજુ અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે અને કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. પાટિલે જણાવ્યું કે, બિલ્ડિંગ લગભગ પાંચ વર્ષ જૂની હતી ને તેનો ઉપરનો હિસ્સો નિર્માણાધિન હતો. પાવરલુમ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ ભિવંડી શહેર મુંબઇથી લગભગ 35 કિમી ઉત્તરમાં ઠાણે જિલ્લામાં આવેલું છે.

English summary
Three person was left dead and at least 20 injured when a a 2 storey godown in Bhiwandi district of Maharashtra collapsed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X