બુરાડી સામૂહિક મોતનો માસ્ટરમાઈન્ડ કોણ? લલિત, પપ્પાની આત્મા કે કોઈ બીજુ?

બુરાડીના એક ઘરમાં પરિવારની 7 મહિલાઓ અને 4 પુરુષોની લાશો ફંદાથી લટકવાની ઘટનાના રહસ્યો ધીમે ધીમે ખુલી રહ્યા છે પરંતુ હજુ પણ ઘણુ બધુ એવુ છે જે માલુમ પડી શક્યુ નથી.

બુરાડીના એક ઘરમાં પરિવારની 7 મહિલાઓ અને 4 પુરુષોની લાશો ફંદાથી લટકવાની ઘટનાના રહસ્યો ધીમે ધીમે ખુલી રહ્યા છે પરંતુ હજુ પણ ઘણુ બધુ એવુ છે જે માલુમ પડી શક્યુ નથી. પોલિસના જણાવ્યા અનુસાર આ આખી ઘટના પાછળ નાના ભાઈ લલિતનો બહુ મોટો હાથ છે. પોલિસનું માનવુ છે કે રજિસ્ટરમાં બધી વાતો તે રોજ લખતો હતો કે પરિવારના કયા સભ્યએ શું કરવાનું છે, જો કોઈ સભ્ય તેને ફોલો ના કરે તો તેને સજા પણ કરવામાં આવતી હતી. આ બધુ લલિત કરતો હતો અને રોજ રજિસ્ટરમા લખતો હતો જેને ભગવાનનો આદેશ માનતો હતો. પોલિસનુ કહેવુ છે કે મનોરોગી બની ચૂકેલા લલિતને લાગતુ હતુ કે પિતાની આત્મા તેની સાથે વાત કરતી હતી અને તેના પિતા તેના સપનામા આવતા હતા જ્યારે તેમનુ મોત થઈ ચૂક્યુ હતુ. ઘરમાં આખા પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પ્લાન કોનો હતો. એ મામલે પોલિસ હજુ પણ શંકાસ્પદ છે.

પપ્પાની આત્મા સાથે વાત કરતો હતો લલિત

પપ્પાની આત્મા સાથે વાત કરતો હતો લલિત

લગભગ દસ વર્ષ પહેલા લલિત ભાટિયાના પિતા ગોપાલ દાસ ભાટિયાનું મોત થઈ ગયુ હતુ. લોકો સાથેની પૂછપરછમાં પોલિસને જાણવા મળ્યુ કે લલિત પિતાની આત્મા સાથે વાત કરતો હતો. પાંચ વર્ષથી મૌન વ્રત રાખેલ લલિતની માનસિક હાલત સારી નહોતી એવુ પોલિસનું કહેવુ છે. લલિત આખા પરિવારને ચલાવતો હતો અને ઘરનો મુખ્ય કર્તા-ધર્તા તે જ હતો. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, 2013 થી જ રજિસ્ટરમાં કોઈ રોજ બીજાના હવાલાથી લખતુ હતુ કે ઘરના કયા સભ્યને શું કરવાનું છે. જે આ આદેશને ફોલો ન કરતુ તેને સજા મળતી હતી. જેમ કે રજિસ્ટરમાં એક જગ્યાએ લખ્યુ છે, "તને કહ્યુ હતુ કે આજે બે જ્યોત જલાવજે પરંતુ તે આવુ ન કર્યુ, નીતુ અને પ્રભજોત આગલા બે દિવસ સુધી કૂલરમા સૂઈ જશે આ તેમની સજા છે." આ રજિસ્ટર ઘરમાં પૂજાસ્થળ પાસે રાખવામાં આવતુ હતુ જેમાં લખેલી વાતોને ભગવાનનો આદેશ માનીને ઘરના બધા લોકો ફોલો કરતા હતા. રજિસ્ટરમાં એક જગ્યાએ પરિવારના સભ્યોને સંબોધિત કરીને લખવામાં આવ્યુ હતુ, "લલિતના સ્વાસ્થ્યની ચિંતા ન કરતા, મારા આવવાથી ફરક પડે છે." આ બાબત કદાચ પપ્પાની આત્માના હવાલાથી લખવામાં આવી હતી.

‘શનિવારે હું આવીશ, બધી તૈયારી રાખજો'

‘શનિવારે હું આવીશ, બધી તૈયારી રાખજો'

રજિસ્ટરમાં તે રાતનો ઉલ્લેખ છે જ્યારે ઘરના બધા લોકો ફાંસી પર લટક્યા હતા. લખ્યુ હતુ, "શનિવારે હું આવીશ. બધી તૈયારી રાખજો." એ પણ લખ્યુ હતુ કે સાધના દરમિયાન ભગવાન આવશે અને બધાને બચાવી લેશે. પોલિસ હવે એ વાતની પણ તપાસ કરી રહી છે કે રજિસ્ટરમાં કોના વિશે લખવામાં આવ્યુ કે "શનિવારે હું આવીશ - શું આ ભગવાન વિશે હતુ કે પિતાની આત્મા વિશે કે પછી કોઈ બહારનો વ્યક્તિ આ વિશેષ સાધના કરાવવા ઘરમાં આવવાનો હતો? 2013 થી લખવામાં આવી રહેલ આ રજિસ્ટરના શરૂઆતના પાનામાં આત્માના પરમાત્માના મિલન વિશે લખવામાં આવ્યુ છે. આ ઘરમાં પૂજા-પાઠ, અનુષ્ઠાન, સાધનાની ગતિવિધિઓ વધતી ગઈ અને 2015 બાદ આખો પરિવાર બહુ વધુ પડતો આધ્યાત્મિક થતો ગયો. રજિસ્ટરથી માલુમ પડ્યુ કે કદાચ આખો પરિવાર ભગવાનને મળવા માટે ધાર્મિક ગતિવિધિઓમાં ડૂબેલો હતો. આના માટે લલિત પિતાની આત્મા સાથે કથિત નિર્દેશ લેતો હતો અને રજિસ્ટરમાં લખતો હતો."

26 જૂને લખવામાં આવી સામૂહિક મોતની પટકથા

26 જૂને લખવામાં આવી સામૂહિક મોતની પટકથા

30 જૂન શનિવારે રાતે 12 વાગ્યા પછી ભગવાનને મળવા માટે પરિવારે મોતના જે અનુષ્ઠાનને શરૂ કર્યુ તેના વિશે બધી વાતો 26 જૂને જ રજિસ્ટરમાં લખી લીધી હતી. ફંદા સાથે ઝૂલતી લાશોના કાનમાં રૂ, મોઢા અને આંખો પર પટ્ટી, ફંદાથી લટકીને પૂજા સહિત ઘટનાસ્થળની બધી વાતો રજિસ્ટરમાં લખેલી વાતો અનુસાર હતુ. મોક્ષ મેળવવા માટે મરવુ જરૂરી છે, મરવામાં ડર અને કષ્ટ થાય છે પરંતુ જો આંખ, કાન બંધ થઈ જાય તો ડર અને દુઃખ ઓછુ થઈ જાય છે. આ પ્રકારની વાતો રજિસ્ટરમાં લખેલી હતી. બધાને વિશ્વાસ હતો કે ભગવાન આવશે અને તેમને બચાવી લેશે જેમકે રજિસ્ટરમાં લખ્યુ હતુ પરંતુ એવુ કંઈ બન્યુ નહિ. લલિત અને તેની પત્નીના હાથ ખુલ્લા હતા. પોલિસનું કહેવુ છે કે બંનેએ બધાને ફંદાથી લટકાવ્યા અને પગની નીચેનું સ્ટૂલ ખેચ્યુ. બાદમા બંને પોતે પણ ફંદાથી લટકી ગયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે બધાના મોત, ફંદાથી લટકવાના કારણે થયા. કોઈના શરીર પર પ્રતિરોધ કરવાના કોઈ નિશાન નથી.

સામૂહિક મોતનો માસ્ટર માઈન્ડ કોણ?

સામૂહિક મોતનો માસ્ટર માઈન્ડ કોણ?

બુરાડીના રહસ્યમય કેસને સુલઝાવવામાં પોલિસ હજુ લાગેલી છે. આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ કોણ છે, લલિત કે કોઈ બીજુ... પોલિસ હાલમાં લલિતના માસ્ટરમાઈન્ડ હોવાની થિયરીથી વધુ એ તપાસમાં લાગેલી છે કે શું આ પરિવારને સામૂહિક આત્મહત્યા માટે કોઈ બહારના વ્યક્તિએ ઉકસાવી છે. ‘શનિવારે હું આવીશ, બધી તૈયારી રાખજો', રજિસ્ટરમાં લખેલી આ વાતની તપાસ પોલિસ કરી રહી છે કે ઘટનાની એ રાતે શું કોઈ બહારની વ્યક્તિ આવી હતી? હજુ સુધી કોઈના ઘરમાં આવવા કે જવાનો પુરાવો મળ્યો નથી. તે રાતે ઘરમાં જનારો છેલ્લો વ્યક્તિ લલિત હતો જે ટોમીને ફેરવીને પાછો આવ્યો હતો. પોલિસ તપાસ કરી રહી છે કે શું ઘરમાં કોઈ બીજા રસ્તે ઘુસી શકાય છે? બંને ભાઈઓની સંપત્તિની વસિયતની પણ તપાસ થઈ રહી છે કે કોઈ બાબા કે કોઈ બીજાએ બધી સંપત્તિ પોતાના નામે કરાવીને આ બધુ કર્યુ નથી ને?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X