For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા બેનર્જીના નેતાઓ બોલ્યા: ઘર સળગાવો, બોમ્બ ફેંકો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mamata-banerjee
કલકત્તા, 18 જુલાઇ: પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના વિવાદિત નિવેદનો દોર રોકાવવાનું નામ નથી લઇ રહ્યો. એક તાજેતરની ઘટનામાં બીરભૂમ જિલ્લના તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના એક નેતાએ પાર્ટી કાર્યકર્તાઓને હુમલા કરવાના ઉશ્કેર્યા હતા. આ ધમકીભર્યા નિવેદન બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં પંચાયતની ચૂંટણી ચાલી રહી છે.

બીરભૂમ જિલ્લાના પાર્ટી અધ્યક્ષ અણુબ્રત મંડળે બોલપુર સબ ડિવીઝનના કસબા ગામમાં એક ચૂંટણી સભા દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો કોઇ અપક્ષ ઉમેદવાર ધમકી આપે છે તો તેના પર હુમલો કરી જો પોલીસ રોકે છે તો બોમ્બ ફેંકો. તેમને એમપણ કહ્યું હતું કે જો કોઇ અપક્ષ ધમકી આપે છે તો તેના ઘરને તોડી દો અને સળગાવી દો. કોઇ અપક્ષ ઉમેદવારને વોટ ન આપો. ફક્ત મમતા બેનર્જી માટે વોટ આપો. જો વહિવટી તંત્ર અપક્ષ ઉમેદવારની મદદ કરે તો તેના પર બોમ્બ ફેંકો, એમ હું તમને કહું છું.

મંડળ જે સમયે પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યાં હતા, તે સમયે મંચ પર કૃષિ રાજ્ય મંત્રી મલય ઘટક અને મત્સ્ય પાલન ચંદ્રનાથ સિન્હા પણ હાજર હતા. અત્રેઉલ્લેખનીય છે કે મંડળે ગત 11 જુલાઇના રોજે પણ પોતાના એક ભાષણમાં કોંગ્રેસને 'ભિખારીઓની પાર્ટી' ગણાવી હતી. એક મહિના પહેલાં તેમને પાર્ટી કાર્યકર્તાઓને નિર્દેશ આપ્યા હતા કે ગ્રામીણ ચૂંટણીઓમાં સીપીઆઇ(એમ) કોંગ્રેસ અને અન્યને નામંકન અટકાવ્યા હતા.

English summary
A district president of the Trinamool Congress on Wednesday courted controversy again by inciting partymen to "attack" independent candidates in the ongoing panchayat elections who had posed threat to the party's official nominees and even to "hurl bomb on policemen".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X