મસુરી-દેહરાદુન માર્ગ પર બસ ખીણમાં પડી, 2 લોકોના મોત

ઉત્તરાખંડથી વધુ એક વખત ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર, ઉત્તરાખંડના મસૂરી-દહેરાદૂન રોડ પર રવિવારે બપોરે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં ઉત્તરાખંડ રોડવેઝની બસ ઊંડી ખીણમાં પડી છે. અહેવાલો અનુસાર, આ બસમાં ડ્રાઇવર સહિત 22 લોકો સવાર હતા. હાલ બે લોકોના મોતની પૃષ્ટી થઈ છે.
આ મુદ્દે પોલીસે આપેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં બે મહિલાઓના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલ મુસાફરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કેટલાક ઘાયલોને દેહરાદૂન ખસેડાયા છે. કેટલાક ઈજાગ્રસ્તોની મસૂરીમાં સારવાર ચાલી રહી છે. ત્રણ મુસાફરોની હાલત ગંભીર છે અને રાહત અને બચાવ ટીમ અકસ્માત સ્થળે પહોંચી છે. લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
રિપોર્ટ અનુસાર, બસ મસૂરીથી દેહરાદૂન જઈ રહી હતી. દરમિયાન શેર ઘડી પાસે 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. અકસ્માતને પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી છે. બસ ખાઈમાં પડી હોવાનો અવાજ સાંભળતા જ મુસાફરોએ રાડારાડી શરૂ કરી હતી. અકસ્માત બાદ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. ITBP, SDRF, ફાયર અને પોલીસે સ્થાનિક લોકોની મદદથી લોકોને ખાઈમાંથી બહાર કાઢ્યા હતા.












Click it and Unblock the Notifications
