મહારાષ્ટ્રમાં ઓટો સાથે ટક્કર બાદ કુવામાં ખાબકી બસ, 9 લોકોના મોત
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના માલેગાંવમાં એક બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ જવાથી 9 લોકોના મોત થયાં છે. જ્યારે 18 ઘાયલોને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાય ગંભીર રૂપે ઘાલલ છે, એવામાં મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. આ અકસ્માત દેવલા પાસે થયો. જ્યારે એખ ઑટો સાથે ટક્કર ખાઈ બસ અનિયંત્રિત થઈ કુવામાં ખાબકી. બસમાં 30 જેટલા લોકો સવાર હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો. સ્થાનિક લોકો અને પ્રશાસનની ટીમ લોકોને કાઢવામાં લાગી છે. જણાવવામાં આવ્યું છે કે બસ માલેગાંવથી નાસિક જઈ રહી હતી.
સ્થાનિક યાત્રીઓએ બસના કાચ તોડી યાત્રીઓનું રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું. ઘટનામાં જાનહાનીને લઈ હાલ સ્થાનિક લોકો કે પોલીસ કંઈ કહી શકે તેમ નથી. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ તંત્રએ પણ પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નિર્ભયાના દોષી મુકેશની અરજી પર આજે સુપ્રીમ કોર્ટનો ફેસલો