મુંબઇના તટ પર તેલ ભંડારના ટેન્કરમાં લાગી ભીષણ આગ

મુંબઇમાં કાચા તેલના ભંડાર પર લાગી ભીષણ આગ. શુક્રવારથી લાગેલી આ આગ હજી પણ શાંત નથી થઇ. જુઓ આગના ભીષણ દ્રશ્યો અહીં.

મુંબઇના પૂર્વી તટ પર સ્થિત બૂચર દ્રીપ પર તેલ ભંડારણ ટેન્કરમાં શુક્રવારે સાંજે ભયાનક આગ લાગી. જે હજી પણ શાંત નથી કરાઇ શકાય. અને તેના કારણે જ દૂર દૂરથી પણ આ આગના ગોટા લોકો જોઇ શકે છે. જો કે હજી સુધી આ આગ કેવી રીતે લાગી તે અંગે કોઇ જાણકારી નથી મળી. પણ મોટી સંખ્યામાં ફાયરફાઇટર્સ આ આગને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે બૂચર દ્વીપને જવાહર દ્વીપ પણ કહેવાય છે. એમપીટીના અગ્નિશામક વિભાગે આ અંગે જાણકારી આપી જણાવ્યું કે અત્યાર સુધીમાં 13 અને 14 નંબરના ટેન્કરમાં આગ લાગી છે.

mumbai

આ ટેન્કરોમાં 15 લાખ લીટર પ્રવાહી ભરવાની ક્ષમતા ધરાવે છે. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનીની જાણકારી હજી સુધી નથી મળી. પણ અહીં મોટી સંખ્યામાં કાચા તેલને આગ લાગવાથી નુક્શાન થયું છે. નોંધનીય છે કે આ દ્વીપ પર કાચા તેલનો સંગ્રહ કરી પછી તેને રિફાઇન કરવા માટે અહીંથી વડાલા રિફાઇનરી લઇ જવામાં આવે છે. ત્યારે આ ભીષણ આગના કારણે બીજી તરફ પર્યાવરણને પણ મોટું નુક્શાન થઇ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X