ડુંગળી ખરીદો ઓનલાઇન : ભાવ માત્ર 9 રૂપિયા પ્રતિ કિલો
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : ડુંગળીના ભાવમાં વધારો થવાથી જનતાની આંખોમાં આંસુ આવી ગયા હતા, પરંતુ એક વેબસાઇટ દ્વારા કિલોગ્રામ ડુંગળી નવ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચવાની ઓફર મૂકીને પ્રજાજનોને ખુશ કરી દીધા છે. દિલ્હીની ગ્રુપોન ઇન્ડિયા નામની શોપિંગ વેબસાઇટે દેશભરના 78 શહેરમાં આગામી સાત દિવસમાં તેમના ડીલર્સને સસ્તા ભાવે કાંદા વેચવા માટે સમજૂતી કરી છે.
આવી આકર્ષક ઓફર અંગે ગ્રુપોન ઇન્ડિયાના સીઇઓ અંકુર વારીકુએ જણાવ્યું હતું કે " આ બહુ સરળ સમજૂતી છે. એક બાજુ જયાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે અમે હાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ, તેથી અમે કિલોગ્રામે કાંદા નવ રૂપિયે આપવાની યોજના ઘડી છે. આ ડુંગળી ખરીદદારોને ઘરે પહોંચતી કરવામાં આવશે."

તેમણે જણાવ્યું કે આ ઓફર મુજબ આગામી સાત દિવસમાં ખરીદી કરવાની રહેશે તથા ગ્રાહકને તેમના ઓર્ડર્સની જગ્યા દસ દિવસમાં કાંદા પહોંચતા કરીશું. વારીકુએ વધુમાં જણાવ્યું કે અમે દૈનિક 3000 કિલો ડુંગળી વેચવાની યોજના ધરાવીએ છીએ. અમે ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ કરીશું તેની ખાતરી આપીએ છીએ. દિલ્હીમાં અમે મોટા કાંદા વિતરકની સાથે સમજૂતી કરી છે તથા ગ્રાહકોને ડુંગળી પૂરા પાડવા માટે લોજિસ્ટિક પાર્ટનરની સાથે જોડાણ કર્યું છે.












Click it and Unblock the Notifications
