પેટાચૂંટણી: રાજસ્થાનમાં કોંગ્રેસ, પ.બંગાળમાં TMCની જીત

Written By:
Subscribe to Oneindia News

રાજસ્થાનની અલવર, અજમેર લોકસભા બેઠક અને માંડલગઢ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની મતગણતરી ગુરૂવારે થઇ હતી. મતગણતરી સવારે 8 વાગે શરૂ થઇ હતી. અજમેર અને અલવર લોકસભાની બેઠક માટે મતોની ગણતરી અનુક્રમે અજમેલ અને અલવરમાંજ થઇ હતી, જ્યાપે માંડલગઢ વિધાનસભા બેઠક માટે મતગણતરી ભીલવાડામાં કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની ઉલુબેરિયા લોકસભા બેઠક અને નવપાડા વિધાનસભા બેઠક પર 29 જાન્યુઆરીના રોજ થયેલ પેટાચૂંટણી માટે પણ મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

rajasthan west benagl

રાજસ્થાનની ત્રણેય બેઠકો પર શરૂઆતથી જ કોંગ્રેસ આગળ હતી, તો પશ્ચિમ બંગાળની બેઠકો પર પણ તૃણમૂલ કોંગ્રેસ આગળ હતી. નોઆપારા વિધાનસભા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારને 111739 અને ભાજપ ઉમેદવારને 38711 મત મળ્યા હતા અને ઉલુબેરિયા બેઠક પર પણ તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો હતો. રાજસ્થાનની માંડલગઢ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર વિવેક ધાકડ 12976 મતથી જીત્યા હતા. અજમેરમાં કોંગ્રેસ ઉમેદવાર રઘુ શર્માએ લાંબા અંતરથી ભાજપના ઉમેદવાર રામ સ્વરૂપ લાંબાને માત આપી હતી.

સંસદ અને ધારાસભ્યના અણધાર્યા મૃત્યુને કારણે પેટાચૂંટણી

પૂર્વ કેન્દ્રિય મંત્રી અને અજમેરથી ભાજપના સાંસદ પ્રો. સાંવર લાલ જાટ, અલવરથી ભાજપ સાંસદ ચાંદ નાથ યોગી અને માંડલગઢથી ભાજપના ધારાસભ્ય કીર્તિ કુમારીના નિધનને કારણે આ ત્રણેય બેઠકો પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની ઉલુબેરિયા લોકસભા બેઠક અને નવપાડા વિધાનસભા બેઠક પર 29 જાન્યુઆરીના રોજ પેટાચૂંટણી યોજાઇ હતી. બંને બેઠકો પર સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હરીફાઇ હતી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુલતાન અહમદ અને કોંગ્રેસ ધારાસભ્ય મધુસૂદન ઘોષના નિધન બાદ આ બંને બેઠકો પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આ પેટાચૂંટણી લોકસભા ચૂંટણીની સેમિફાઇનલ કહેવાઇ રહી હતી, કારણ કે હાલમાં રાજસ્થાનમાં કરણી સેનાના વિવાદ બાદ ભાજપના વોટ શેરમાં પરિવર્તન આવી શકે છે. અલવર લોકસભા બેઠક પર કોંગ્રેસના ડૉ. કરણ સિંહ યાદવ અને ભાજપના ડૉ. જસવંત યાદવ વચ્ચે હરીફાઇ હતી તો અજમેર લોકસભા બેઠક પર કોંગ્રેસના ડૉ. રઘુ શર્મા અને ભાજપના રામસ્વરૂપ વચ્ચે હરીફાઇ હતી. માંડલગઢ વિધાનસભા બેઠક પર ભાજપના શક્તિ સિંહ અને કોંગ્રેસના વિવેક ધાકડ વચ્ચે ટક્કર જામી હતી.

English summary
Results will be declared for the by-elections in five seats across Rajasthan and West Bengal today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.