BY Viyayendra: ભાજપના દિગ્ગજ નેતા યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર વિશે જાણો ખાસ વાતો
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 10મેના રોજ યોજાવાની છે. જેના માટે બધા રાજકીય પક્ષો પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. કોંગ્રેસ અને જેડીએસે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે અને ટૂંક સમયમાં બીજી યાદી જાહેર કરવાના છે. જો કે, ભાજપે પોતાની ફાઈનલ યાદી જાહેર કરી નથી.
તમને જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પા આ વખતે ચૂંટણી લડી રહ્યા નથી. તેમના પુત્ર બીવાય વિજયેન્દ્ર આ ચૂંટણીમાં મેદાનમાં છે. આ તેમની પ્રથમ ચૂંટણી હશે. બીવાય વિજયેન્દ્ર અગાઉ વરુણા બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા સામે ચૂંટણી લડશે તેવું માનવામાં આવતું હતું પરંતુ યેદિયુરપ્પા ઈચ્છતા ન હતા કે તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડે.

યેદિયુરપ્પા ઇચ્છે છે કે તેમનો પુત્ર, જે તેમની પ્રથમ ચૂંટણીમાં છે, તે તેમની સલામત બેઠક શિકારપુરાથી ચૂંટણી લડે. રાજકારણમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા યેદિયુરપ્પાએ સ્પષ્ટ કર્યુ છે કે તેમનો પુત્ર બીવાય વિજયેન્દ્ર 2023ની કર્ણાટકની ચૂંટણી તેમના ઘરેલુ મેદાન શિકારીપુરાથી લડશે.
કર્ણાટકમાં ભાજપનો ઉદય બીએસ યેદિયુરપ્પાને કારણે થયો હતો અને તે પણ શિકારપુરા વિધાનસભા મતવિસ્તારમાંથી. જ્યાંથી યુદિયુરપ્પા 1983થી લઈને અત્યાર સુધી ભાજપની ટિકિટ પર સાત વખત જીત્યા છે. બીવાય વિજયેન્દ્રએ કહ્યું કે શિકારપુરા મતવિસ્તાર તેમના પિતાનો ગઢ છે પરંતુ પાર્ટીએ ઉમેદવાર નક્કી કરવાનો છે. તેમણે કહ્યુ કે પાર્ટી હાઈકમાન્ડ જે આદેશ આપશે તે માન્ય રહેશે.
યેદિયુરપ્પાના દીકરા બીવાય વિજયેન્દ્ર વિશે ખાસ વાતો
- બીવાય વિજયેન્દ્ર રાજકારણમાં પ્રવેશતા પહેલા વકીલ હતા. તેમણે થોડા સમય માટે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી છે.
- યેદિયુરપ્પાની જેમ વિજયેન્દ્રને પણ લિંગાયત સમુદાયનુ સમર્થન છે.
- વિજયેન્દ્રને બીજેપી કમિટીના વડા બનાવવામાં આવ્યા છે જે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા તમામ મતવિસ્તારોમાં કોન્ફરન્સનુ આયોજન કરશે.
- બીવાય વિજયેન્દ્રને અગાઉ ભારતીય જનતા પાર્ટીના કર્ણાટક એકમના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- બીવાય વિજયેન્દ્ર ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.
- કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 પહેલા આ જ મૂંઝવણ પ્રવર્તી રહી હતી જ્યારે ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓના જૂથે બીવાય વિજયેન્દ્રને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાના પુત્ર સામે મૈસુરમાં વરુણા મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવાની માંગ કરી હતી. જોકે બીજેપીએ બિજેન્દ્રને ટિકિટ આપી નહોતી.












Click it and Unblock the Notifications
