Bypolls Results: કોંગ્રેસે 3 સીટ, જ્યારે ભાજપ અને તેના સહયોગીએ 2 સીટો પર મેળવી જીત
વિધાનસભા પેટાચૂંટણીના ગુરુવારે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસે 3 જ્યારે ભાજપ અને તેના સહયોગીએ 2 સીટો પર જીત મેળવી છે.

Bypolls Results: વિધાનસભા પેટાચૂંટણીના ગુરુવારે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં એક-એક સીટ પર જીત મેળવી. દ્વવિડ મુનેષ કડગમ(દ્રમુક)ના સમર્થનથી તમિલનાડુમાં એક સીટ જાળવી રાખી. જ્યારે ભાજપ અને તેની સહયોગી આજસૂએ ક્રમશઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એક-એક સીટ જીતી.
પશ્ચિમ બંગાળના સાગરદિધી વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બાયરન વિશ્વાસ પોતાના કટ્ટર હરીફ તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ના ઉમેદવારને 22,980 મતોથી હરાવીને વર્તમાન વિધાનસભા માટે ચૂંટાયેલા કોંગ્રેસના પહેલા ધારાસભ્ય બની ગયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે સાગરદિઘી વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીતને "અનૈતિક" ગણાવી હતી અને આરોપ મૂક્યો હતો કે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ (CPI-M) સિવાય, કોંગ્રેસે ભાજપ સાથે કરાર કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસને હરાવી હતી. અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા બેનર્જીએ કહ્યુ કે તેમની પાર્ટી 2024ની લોકસભાની ચૂંટણી સામાન્ય જનતાના સમર્થનથી એકલા લડશે.
તેમણે વધુમાં કહ્યુ, 'હું સાગરદિધી બેઠક પરની હાર માટે કોઈને દોષ નથી આપતી. કેટલીકવાર, લોકશાહીમાં, વિકાસ સામાન્ય રીતે હકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે. પરંતુ તે અનૈતિક જોડાણ હતુ, જેની અમે સખત નિંદા કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના મત કોંગ્રેસને ટ્રાન્સફર કર્યા.' તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્ય મંત્રી સુબ્રત સાહાના અવસાન બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પરની પેટાચૂંટણીને તેમના માટે પ્રતિષ્ઠાની લડાઈ તરીકે જોવામાં આવી રહી હતી કારણ કે તે રાજ્ય કોંગ્રેસના પ્રમુખ અધીર રંજન ચૌધરીના ગૃહ મતવિસ્તાર મુર્શિદાબાદ હેઠળ આવે છે.
ભાજપ મહારાષ્ટ્રના પુણેમાં ચિંચવાડ વિધાનસભા સીટ જીતી પરંતુ જિલ્લામાં તેના ગઢ કસ્બા પેઠ વિધાનસભા બેઠક પર હારી ગઈ. કસ્બા પેઠ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધાંગેકરે જીત મેળવી છે. ભાજપ તેના ગઢ પુણેમાં સીટ જાળવી રાખવામાં નિષ્ફળ રહી અને તેના ઉમેદવાર હેમંત રાસણેને હારનો સામનો કરવો પડ્યો. ભાજપ 28 વર્ષથી કસ્બા પેઠ બેઠક જીતી રહ્યુ છે. પુણેના ભાજપના વર્તમાન સાંસદ ગિરીશ બાપટે 2019 સુધી પાંચ વખત આ બેઠકનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) દ્વારા સમર્થિત ઉમેદવાર ધાંગેકર ભાજપના ગઢમાં ગાબડુ પાડી દીધુ. અંતિમ રાઉન્ડની મતગણતરી બાદ ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર ધાંગેકરને 73,194 વોટ મળ્યા જ્યારે રાસણેને 62,244 વોટ મળ્યા. જોકે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યુ હતુ.












Click it and Unblock the Notifications
