For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CA પરીક્ષામાં રીક્ષાચાલકની પુત્રી બની TOPPER

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

prema-ca
મુંબઇ, 23 જાન્યુઆરી: મુંબઇના એક રિક્ષા ડ્રાઇવરની પુત્રી પ્રેમા જયકુમારે તમામ અડચણો અને અવરોધોને પાર પાડતાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટેસી પરીક્ષામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મલાડ ખાતે એક રૂમની ચાલીમાં વાલીઓ અને ભાઈ સાથે રહેતી પ્રેમાએ મંગળવારે કહ્યું હતું કે તેને સીએ પરીક્ષામાં ટોપ કરવાની ખુશ જ ખુશી છે. ચાર્ટર્ડ એકાઉન્ટેસ ઓફ ઇન્ડિયા તરફથી નવેમ્બર 2012માં આયોજીત પરિક્ષાના પરિણામોની સોમવારે જાહેરાત થઇ હતી. ખુશીનો ઇજહાર કરતાં પ્રેમાએ કહ્યું હતું કે આ મારી જીંદગીની સૌઇથી મોટી ઉપલ્બધિ છે.

તેનો મૂળ પરિવાર તામિલનાડુનો છે. તેઓ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયાં છે, જ્યાં પ્રેમાના પિતા જયકુમાર પેરુમલ રિક્ષા ચલાવીને પેટીયું રળે છે. સીએની પરિક્ષામાં પ્રેમાએ ૮૦૦માંથી ૬૦૭ ગુણ મેળવ્યા છે. સફળતાનું શ્રેય તે માતા-પિતાને આપે છે તે ઇચ્છે છે કે હવે તેના માતા-પિતા આરામથી જીવન વિતાવે. તેમના પીઠબળ અને આશીર્વાદ વિના આ સિદ્ધિ શક્ય નહોતી. મારા વાલીઓએ હંમેશાં મને પ્રોત્સાહિત કરી છે. હું ઇચ્છું છું કે મારા માટે આટલું બધુ કરનાર મારા માતા-પિતા હવે આરામથી જીંદગી ગુજારે. પ્રેમાએ કહ્યું હતું કે તેને પિતા અને ગૃહણી માતા પર ગર્વ છે, જેમને તેના અભ્યાસ માટે ખાસ સહયોગ પુરો પાડ્યો.

English summary
Political leaders in Tamil Nadu on Wednesday praised Prema, daughter of an autorickshaw driver from the state, who topped the nationwide C.A examinations, besides announcing awards for the girl.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X