Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CAAના વિરોધમાં કેરળ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, CM વિજયન બોલ્યા નહિ બને ડિટેન્શન સેન્ટર

મંગળવારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિધાનસભામાં નાગરિકતા સુધારા કાયદા સામે પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમણે આ કાયદાને પાછો લેવી માંગ કરી.

નાગરિકતા સુધારા કાયદાનો વિપક્ષી દળ જોરદાર વિરોધ કરી રહ્યા છે. બિન એનડીએ શાસિત ઘણા રાજ્યોએ આનો વિરોધ કરીને સ્પષ્ટ કહ્યુ છે કે આ કાયદાને તે પોતાના રાજ્યોમાં લાગુ નહિ કરે. મંગળવારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિધાનસભામાં નાગરિકતા સુધારા કાયદા સામે પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમણે આ કાયદાને પાછો લેવી માંગ કરી. પિનરાઈ વિજયને વિધાનસભામાં નાગરિકતા સુધારા કાયદા સામે પ્રસ્તાવત રજૂ કરીને કહ્યુ કે કેરળમાં કોઈ ડિટેન્શન સેન્ટર નહિ બને.

pinarayi Vijayan

વિધાનસભામાં કોંગ્રસ-સીપીઆઈ(એમ)એ આ પ્રસ્તાવનુ સમર્થન કર્યુ જ્યારે ભાજપ ધારાસભ્ય ઓ. રાજગોપાલે રાજ્ય વિધાનસભામાં નાગરિકતા સુધારા કાયદા સામે મુખ્યમંત્રી દ્વારા રજૂ કરેલા પ્રસ્તાવનો વિરોધ કર્યો. ભાજપ ધારાસભ્યએ કહ્યુ કે આ સંકીર્ણ રાજકીય માનસિકતાને દર્શાવે છે. આ પ્રસ્તાવનુ સમર્થન કરીને કેરળના ધારાસભ્ય વી ડી સતીશને કહ્યુ કે એનઆરસી અને સીએએ એક જ સિક્કાની બે બાજુ છે. નાગરિકતા સુધારા કાયદો બંધારણની કલમ 13, 14 અને 15નુ સ્પષ્ટ ઉલ્લંઘન છે. સીપીઆઈ ધારાસભ્યએ પ્રસ્તાવના પક્ષમાં બોલતા કહ્યુ કે આવા પ્રસ્તાવને લાવવા માટે મજબૂર કરવામાં આવે છે. ભારતમાં આવો વિરોધ ક્યારેય નથી થયો.

બિન ભાજપ શાસિત રાજ્યોમાં થઈ રહેલા વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યુ છે કે આ કાયદાને બધા રાજ્યોએ લાગુ કરવાનો રહેશે કારણકે સંસદે આ કાયદાને મંજૂરી આપી છે. નાગરિકતા સુધારા કાયદાના પૂર્વોત્તરના રાજ્યો ઉપરાંત દિલ્લી, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, તમિલનાડુ વગેરે રાજ્યોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. આ દરમિયાન યુપીમાં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શન થયા છે. બસ, કાર અને પોલિસ ચોકીઓને પણ આગના હવાલે કરી દેવામાં આવી. હિંસક પ્રદર્શનમાં 20 લોકોના જીવ પણ ગયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X