For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA Protest: લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં કલમ 144 લાગુ, 15 મેટ્રો સ્ટેશન બંધ

નાગરિકતા સંશોધ અધિનિયમ (સીએએ) દિલ્હીના જામિયા નગર અને ત્યારબાદ સીલમપુરમાં હિંસક પ્રદર્શન બાદ દિલ્હી પોલીસ એલર્ટ પર છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સંશોધ અધિનિયમ (સીએએ) દિલ્હીના જામિયા નગર અને ત્યારબાદ સીલમપુરમાં હિંસક પ્રદર્શન બાદ દિલ્હી પોલીસ એલર્ટ પર છે. વિરોધને ધ્યાનમાં રાખીને, આજે (19 ડિસેમ્બર) પોલીસે લાલ કીલાની બાજુના વિસ્તારોમાં કલમ -144 લાગુ કરી દીધી છે. આ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારમાં 4 થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. તે જ સમયે, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આજે શહેરમાં થઈ રહેલા દેખાવોને કારણે 15 મેટ્રો સ્ટેશનોના એક્ઝિટ અને પ્રવેશદ્વાર બંધ કરાયા છે. તમને જણાવી દઇએ કે આ સ્ટેશનો પર ટ્રેન અટકશે નહીં.

Lal Kila

ગુરૂવારે થઈ રહેલા વિરોધને કારણે દિલ્હી પોલીસે લાલ કિલ્લાની આજુબાજુમાં કલમ 144 લગાવી દીધી છે. જણાવી દઇએ કે કલમ 144 હેઠળ 4 થી વધુ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકશે નહીં. તે જ સમયે, દિલ્હી પોલીસે પણ લાલ કિલ્લાથી શહીદ ભગતસિંહ પાર્ક (આઇટીઓ) સુધી વિરોધ કૂચ કરવાની મંજૂરી આપી નથી. તેમજ પોલીસે આજે બપોરે 12 વાગ્યાથી કમ્યુનિસ્ટ પાર્ટીનો વિરોધ કૂચ યોજવાની મંજૂરી આપી નથી. આ પદયાત્રા મંડી હાઉસથી જંતર-મંતર તરફ જવાની હતી.

આ 14 મેટ્રો સ્ટેશનો પર ટ્રેનો ઉભી રહેશે નહીં

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આજે શહેરમાં થઈ રહેલા દેખાવોને કારણે દિલ્હી મેટ્રો સ્ટેશનના એક્ઝિટ અને એન્ટ્રી ગેટ બંધ કરી દીધા છે. આ સ્ટેશનો પર ટ્રેનો અટકશે નહીં. આ સ્ટેશનોના નામ છે જામિયા મિલિયા ઇસ્લામીયા, જસોલા વિહાર, શાહીન બાગ, મુનિરકા, લાલ કિલ્લો, જામા મસ્જિદ, ચાંદની ચોક, વિશ્વ વિદ્યાલય, પટેલ ચોક, લોક કલ્યાણ માર્ગ, ઉદ્યોગ ભવન, આઇટીઓ, પ્રગતિ મેદાન, સેન્ટ્રલ સચિવાલય મેટ્રો અને ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન.

English summary
CAA Protest: Section 144 implemented in areas around Lal Qila, 15 Metro stations closed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X