CAB: દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ DTCની બસ સળગાવી, બે ફાયરમેન ઘાયલ
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલને લઈ વિરોધ પ્રદર્શન દેશભરમાં ફેલાઈ રહ્યું છે. રવિવારે દેશની રાજધાની દિલ્હીમાં પણ નાગરિકતા સંશોધન બિલને લઈ ભારે વિરોધ પ્રદર્શન થયું. એક તરફ જ્યાં દિલ્હીમાં ઓખલા અંડરપાસથી સરિતા વિહાર જનારા રસ્તામાં પ્રદર્શનને કારણે પરિચાલન બંધ રહ્યો, ત્યારે મથુરા રોડ પણ પ્રદર્શનકારીઓએ બ્લોક કરી રાખ્યો છે. આ દરમિયાન દિલ્હી પરિચાલન પોલીસે એડવાઈઝરી જાહેર કરી લોકોને અપીલ કરી કે આ રસ્તા તરફથી આવતાં બચો.
આ દરમિયાન ભીડમાં આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લા દેખાયા હોવાના અહેવાલો પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કે પાર્ટીનો કોઈપણ સભ્ય હિંસામાં સામે થયો નથી. કોઈપણ પ્રકારની હિંસા અસ્વીકાર્ય છે, વિરોધ પ્રદર્શનમાં શાંતિ બનાવી રાખે.

ડીટીસી બસમાં આગ લગાવી
દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ દિલ્હી પરિવહન નિગમની બસોને આગને હવાલે કરી દીધી. દિલ્હીના ભરત નગર વિસ્તારમાં આંદોલનકારીઓ દ્વારા બસમાં આગ લગાવવામાં આવી. વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હી પોલીસ અલર્ટ પર છે અને સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવામાં આવી છે. મળેલી જાણકારી મુજબ ઘટના સ્થળે ફાયર ટેન્ડર રવાના કરી દેવામાં આવ્યા છે, જ્યારે બબાલ દમરિયાન 2 ફાયરફાયટર ઘાયલ થઈ ગયા છે.
|
જામિયાના વિદ્યાર્થીઓનું પ્રદર્શન
બીજી તરફ જામિયા મિલિયા ઈસ્લામિયા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સહિત આંદોલનકારીઓએ કાલિંદી કુંજ રોડ પર આવેલ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં પ્રદર્શન કર્યું. નવી દિલ્હીના જંતર-મંતર પર પણ પૂર્વોત્તર રાજ્યોના કેટલાક વિદ્યાર્થીઓએ પણ બિલ વિરુદ્ધ ભારે પ્રદર્શન કર્યું. ઉલ્લેખનીય છે કે ઉત્તરપૂર્વી રાજ્યોમાં બિલને લઈ થઈ રહેલ વિરોધ પ્રદર્શન ઉગ્ર થઈ ગયું છે, આંદોલનકારીઓની આગચંપી બાદ ત્યાંના કેટલાય ક્ષેત્રોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું હતું.
|
ફાયરિંગથી 17 વર્ષના છોકરાનું મોત
આસામની રાજધાની ગુવાહાટીમાં હતીગાંવમાં પ્રદર્શન દરમિયાન થયેલ ફાયરિંગમાં 17 વર્ષના સૈમ સ્ટેફર્ડનું મોત થઈ ગયું છે. સૈમ હાઈસ્કૂલનો વિદ્યાર્થી હતો અને જ્યારે તલાસીલ પ્લેગ્રાઉન્ડમાં પ્રસિદ્ધ ગાયક જૂબીન ગર્ગ નાગરિકતા સંશોદન બિલના વિરોધમાં પ્રદર્શનકારીઓને એકજુટ કરવા પહોંચ્યા તો તેના શોને જોવા માટે સેમ પોતાના પરિવારજનો સાથે લડીને ત્યાં પહોંચ્યો હતો. સેમ ડ્રમ સારું વગાડી જાણતો હતો અને જુબીનનો બહુ મોટો ફેન હતો. સેમની બહેન મુજબ તે જાણતો પણ નહોતો કે નાગરિકતા બિલમાં શું છે અને લોકો તેનો વિરોધ કેમ કરી રહ્યા છે.
જાનમાં જૂતો ચોરીની રસમથી વરરાજો ભડકી ઉઠ્યો, દુલ્હન વિના જ પાછું જવું પડ્યું