Cabinet 2024 : મનસુખ માંડવિયાનું મંત્રાલય બદલાયુ, હવે આ મંત્રાલય સંભાળશે
નવી કેબિનેટમાં ગુજરાતમાંથી મનસુખ માંડવિયા ફરીથી મંત્રી બન્યા છે. મોદી સરકારની બીજી ટર્મમાં હેલ્થ મિનિસ્ટર રહેલા મનુસખ માંડવિયાનું મંત્રાલય આ વખતે બદલાઈ ગયુ છે.
અહેવાલો અનુસાર, મનસુખ માંડવિયાને રમતગમત મંત્રાલય સોંપવામાં આવ્યું છે. માંડવિયા વર્ષ 2021 થી અગાઉની મોદી સરકારમાં આરોગ્ય મંત્રાલય સંભાળી રહ્યા હતા. મનસુખ માંડવિયા અનુરાગ ઠાકુરની જગ્યાએ રમતગમત મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળશે.

મનસુખ માંડવિયા પહેલા ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા અને તેઓ 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. મનસુખ માંડવિયા પાલિતાણા બેઠક પરથી જીતીને ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા.
તે ઘણા વર્ષો સુધી ગુજરાતમાં રાજ્ય સચિવ રહ્યા અને છેલ્લે 2012માં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. તેમણે ભાવનગર યુનિવર્સિટીમાંથી સામાજિક વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચમાંથી આ જ ક્ષેત્રમાં પીએચડી પણ કર્યું છે.
જણાવી દઈએ કે, મનસુખ માંડવિયા ગુજરાતની પોરબંદર બેઠક પરથી જીત્યા છે, જ્યાં તેમણે કોંગ્રેસના લલિત વસોયાને 4 લાખ મતોના અંતરથી હરાવ્યા.












Click it and Unblock the Notifications
