Punjab News : 10 જૂને માનસામાં કેબિનેટની બેઠક યોજાશે, મહત્વના નિર્ણયો પર ચર્ચા કરશે માન સરકાર
Punjab News : પંજાબમાં ભગવંત માનના નેતૃત્વમાં આપ આદમી પાર્ટીની સરકાર બની છે. જે બાદ પંજાબમાં વિકાસ માટે માન સરકાર દ્વારા સતત ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.

પંજાબની માન સરકારની કેબિનેટની બેઠક આ વખતે 10 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આ વખતની કેબિનેટની બેઠક માણસા જિલ્લામાં યોજાશે. આ બેઠક અંગે માહિતી આપતાં મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, વાયદા મુજબ, સરકાર આપકે દ્વાર ક્રમ હેઠળ 10 જૂનના રોજ માનસામાં બપોરે 12 કલાકે પંજાબ સરકારની એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે, જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચા કરવામાં આવશે.
અત્રે નોંધનીય બાબત છે કે, આ બેઠક બાદ પંજાબ સરકાર અલગ-અલગ મુદ્દાઓ પર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માટે તૈયાર છે. આ દરમિયાન પંજાબ સરકાર કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, આ પહેલા માન સરકારે ચંદીગઢની બહાર લુધિયાણા અને જલંધરમાં પ્રથમ વખત કેબિનેટની બેઠક યોજી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે, હવે કેબિનેટની બેઠક રાજ્યના અલગ-અલગ જિલ્લામાં યોજાશે, જ્યાં લોકોના પ્રશ્નો હશે તે ઉકેલાઈ જશે.












Click it and Unblock the Notifications
