For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની નવી ખોજ એસ જયશંકરે શપથ લીધા, ભારતને બનાવશે ગ્લોબલ લીડર

મોદીની નવી ખોજ એસ જયશંકરે શપથ લીધા, ભારતને બનાવશે ગ્લોબલ લીડર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી બીજીવાર પીએમઓ પહોંચાર બિન-કોંગ્રેસી પહેલા રાજનેતા છે. તેમના કેબિનેટના મંત્રીઓને પણ શપથ લેવડાવવામાં આવી છે. તમામ કેબિનેટ મિનિસ્ટર્સમાં એક નામ ચોંકાવનારું હતું અને તે નામ પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરનું છે. જયશંકરે તમામ સમીકરણો અને તમામ રાજનૈતિક પંડિતોને ચકિત કરતાં પીએમ મોદીની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે એન્ટ્રી લઈ લીધી છે. એસ જયશંકર એજ અધિકારી છે જેમણે અમેરિકા સાથે થયેલ પરમાણુ ડીલમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જાણો કોણ છે જયશંકર...

ચાર દશકાનો અનુભવ

ચાર દશકાનો અનુભવ

સૂત્રો તરફથી જેવી જ આ જાણકારી મળી કે જયશંકરને દેશના આગલા વિદેશ મંત્રી બનાવવામાં આવી શકે છે કે, સૌકોઈ ચકિત રહી ગયા. પરંતુ જ્યારે તેમના પાછલા રેકોર્ડને ખોળવામાં આવ્યો તો સમજમાં આવ્યું કે તેમના અનુભવને જોતાં તેમને આ પદ સોંપવામાં આવ્યું છે. જયશંકર દેશના એકલા એવા અધિકારી છે જેમની પાસે વિદેશ મંત્રાલયમાં વિદેશ સચિવ તરીકે ચાર દેશકાનો અનુભવ છે. એસ જયશંકરને આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ તરફથી પદ્મશ્રી અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

ડોકલામ વિવાદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા

ડોકલામ વિવાદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા

જયશંકરને એક એવા અધિકારી તરીકે ઓળખવામાં આવે છે જેમણે પીએમ મોદીની વિદેશ નીતિઓને યોગ્ય આકાર આપવાનું કામ કર્યું. જાન્યુઆરી 2015માં તેમને વિદેશ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા અને તે સમયે તેમની નિયુક્તીએ વિવાદ પેદા કર્યો. જયશંકર રિટાયર થવાના હતા અને તેમને સુજાતા સિંહની જગ્યાએ વિદેશ સચિવ બનાવવામાં આવ્યા હતા. એસ જયશંકરને ચીન સાથે જોડાયેલ મામલાનો સારો એવો અનુભવ છે. તેઓ ચીનમાં રાજદૂત તરીકે રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળમાં જ લદ્દાખના ડેપસાંગ અને પછી જૂન 2017માં ડોકલામ વિવાદ થયો હતો. જયશંકરે નિપુણતાથી આ મામલાને ઉકેલ્યા હતા. કહેવાય છે કે જયશંકરે જ ચીન સાથે પડદા પાછળ વાત આગળ વધારી હતી અને વિવાદ પણ ઉકેલ્યો હતો.

પરમાણુ ડીલના નાયક

વર્ષ 2007માં જ્યારે મનમોહન સિંહ પીએમ હતા ત્યારે તેમના કાર્યકાળમાં અમેરિકાની પરમાણુ ડીલ થઈ. આ ડીલની શરૂઆત વર્ષ 2005માં થઈ ગઈ હતી પરંતુ તેને અંજામ સુધી પહોંચાડવામાં ઘણો સમય લાગી ગયો હતો. જ્યારે આ ડીલ સીલ થઈ તો તેને એક મીલનો પથ્થર માનવામાં આવ અને તેનો શ્રેય જયશંકરને આપવામાં આવ્યો. એસ જયશંકર 1977 બેચના આઈએફએસ અધિકારી છે. કહેવાય છે કે જ્યારે વર્ષ 2013માં વિદેશ સચિવ તરીકે રંજન મથાઈ રિટાયર થવા માંગતા હતા તો તત્કાલિન પીએમ મનમોહન સિંહ એસ જયશંકરને નિયુક્ત કરવા માંગતા હતા. પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓએ તેનો વિરોધ કર્યો અને સુજાતા સિંહને વિદેશ સચિવ બનાવવામાં આવ્યા.

રિટાયરમેન્ટ બાદ ટાટા ગ્રુપ સાથે જોડાયા

રિટાયરમેન્ટ બાદ ટાટા ગ્રુપ સાથે જોડાયા

જયશંકરને મોસ્કો સિવાય યૂરોપના કેટલાય દેશોમાં નિયુક્ત કરવામાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ટોક્યોમાં પણ નિયુક્ત રહ્યા છે. એસ જયશંકરે પ્રથમ સચિવ અને ભાતીય પીસકિપિંગ મિશન સાતે એક રાજનૈતિક સલાહકાર તરીકે પણ પોતાની સેવાઓ આપી છે. રિટાયરમેન્ટ બાદ તેઓ 2018માં ટાટા ગ્રુપ સાથે જોડાયા અને અહીં તેમને ગ્લોબલ કોર્પોરેટ અફેર્સની જવાબદારી સોંપવામાં આવી.

અમિત શાહઃ સામાન્ય પોલિંગ એજન્ટથી મોદી સરકારમાં નંબર ટૂ સુધીની રાજકીય સફરઅમિત શાહઃ સામાન્ય પોલિંગ એજન્ટથી મોદી સરકારમાં નંબર ટૂ સુધીની રાજકીય સફર

English summary
cabinet ministers of 2019: S Jaishankar takes oath as cabinet minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X