For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉચ્ચ શિક્ષણમાં 2035 સુધી ગ્રૉસ એનરોલમેન્ટ રેશિયો 50% થઈ જશેઃ કેન્દ્ર સરકાર

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે માહિતી આપીને જણાવ્યુ કે છેલ્લા 34 વર્ષથી શિક્ષણ નીતિમાં પરિવર્તન થયુ નહોતુ. જાવડેકરે કહ્યુ કે નવુ શૈક્ષણિક સત્ર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શરૂ થવા જઈ રહ્યુ છે અને સરકારનો પ્રયાસ પૉલિસીને આ પહેલા લાગુ કરવાનો છે.

javdekar

પ્રેસ કૉન્ફરન્સમાં હાયર એજ્યુકેશન સેક્રેટરી અમિત ખરેએ જણાવ્યુ કે અત્યારે શિક્ષણ પર કુલ જીડીપીના લગભગ 4.4 ટકા ખર્ચ થઈ રહ્યો છે પરંતુ હવે કેન્દ્ર સરકાર આ ખર્ચને 6 ટકા વધારવાની દિશામાં આગળ વધી રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે મોસ્ટ અવેઈટેડ નવી શિક્ષણ નીતિને બુધવારે છેવટે મંજૂરી આપી દીધી. પ્રેસ કૉન્ફરન્સની શરૂઆત કરીને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આશા વ્યક્ત કરી કે નવી શિક્ષણ નીતિને સમાજના બધા વર્ગો દ્વારા સ્વીકાર કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે કેબિનેટ 21મી સદી માટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. આ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણકે છેલ્લા 34 વર્ષોમાં આમાં ફેરફાર થયો નથી.

Video: મુંબઈના આકાશમાં 2 SU-30 ફાઈટર જેટ સાથે 5 રાફેલનો કાફલોVideo: મુંબઈના આકાશમાં 2 SU-30 ફાઈટર જેટ સાથે 5 રાફેલનો કાફલો

English summary
Cabinet under PM Modi has given approval to a new education policy for the 21st century
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X