કેગનો અહેવાલ પીએસીને મોકલાયોઃ મનમોહન સિંહ

pm
નવી દિલ્હી, 6 માર્ચઃ પ્રધાનમંત્રી મનમોહન સિંહે બુધવારે સંસદને વિશ્વાસ આપતા કહ્યું કે, ખેડુતોનું દેવું માફી યોજનામાં કથિત ગોટાળા મામલામાં દોષીઓને બક્ષવામાં આવશે નહીં. રાજ્યસભામાં પ્રધાનમંત્રીએ કહ્યું, 'ખેડુતનું દેવું માફ યોજના પર મંગળવારે આવેલા કેગ અહેવાલને પીએસી પાસે મોકલવામાં આવી છે. પીએસીના અહેવાલ પર કાર્યવાહી કરવામાં આવશે.'

આ પહેલા, ખેડુતનું દેવું માફવાળી યુપીએ સરકારની યોજના પર કેગના અહેવાલને લઇને ભાજપના સભ્યોના વિરોધના કારણે લોકસભામા આજે સતત ત્રીજા દિવસે પ્રશ્નકાળ ચાલી શક્યો નહોતો, જો કે, લોકસભાની કાર્યવાહી 12 વાગ્યે ફરીથી શરૂ થઇ હતી.

લોકસભામાં નેતા પ્રતિપક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વારાજે મામલે સદનમાં ચર્ચા કરવાની માંગ કરી. સુષ્મા સ્વરાજે કહ્યું કે, આ ગોટાળો સામે આવવાથી સરકાર જ નહીં, આખો દેશ શરમજનક સ્થિતિમાં મુકાયો છે. કેગનો અહેવાલ બેન્ક અધિકારી અને દલિલોની સાંઠગાંઠથી થયેલા ગોટાળા તરફ ઇશારા કરે છે.

ગોટાળાઓથી ઘેરાયેલી સરકારનો વધુ એક ગોટાળાનો ખુલાસો થયો છે. આ વખતે પણ કરોડો રૂપિયાના ગોટાળાની પોલ કેગના અહેવાલમાં બહાર આવી છે. યુપીએ સરકારે 2008માં 52 હજાર કરોડની ખેડુતનું દેવું માફ યોજના શરૂ કરી હતી, જેમાં 10 હજાર કરોડના ગોટાળાના આરોપો લગાવાયા છે.

કેગના અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે 2008માં ખેડુતનું દેવું માફ યોજનાને લાગુ કરવામાં જોરદાર ગરબડ છે. જે ખેડુત દેવું માફીનો હકદાર હતો તેમાના ઘણાને આ યોજનાનો લાભ મળ્યો નથી અને જેમને મળ્યો છે તેમાના ઘણા આ દેવું માફી યોજનાના હકદાર નહોતા. કેગે જે 90 હજાર મામલાઓની તપાસ કરી તેમાંથી અંદાજે 22 ટકા એટલેકે 20 હજાર મામલાઓમાં ગોટાળો જોવા મળ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X