For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં પહેલા ચરણનો ચૂંટણી પ્રચાર થમ્યો, 18 સીટ પર સોમવારે વોટિંગ

છત્તીસગઢમાં પહેલા ચરણનો ચૂંટણી પ્રચાર થમ્યો, સોમવારે વોટિંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં ચૂંટણી માટે પહેલા ચરણનું પ્રચાર અભિયાન શનિવારે સાંજે પાંચ વાગ્યે થમી ગયું છે. પહેલા ચરણમાં રાજ્યની 18 વિધાનસભા સીટ પર સોમવારે મતદાન થશે. આ તબક્કામાં બસ્તર અને રાજનાંદગાંવની સીટો પર વોટિંગ છે, જેમના પર નક્સલિઓનો પ્રભાવ છે. બીજા તબક્કામાં રાજ્યની 72 વિધાનસભા સીટ પર 20 નવેમ્બરે મતદાન થશે.

સીએમ રમણ સિંહની સીટ પણ સામેલ

સીએમ રમણ સિંહની સીટ પણ સામેલ

જે 18 સીટો પર સોમવારે મતદાન થશે એમાં રાજ્યના મુખ્યમંત્રી રમણ સિંહની સીટ રાજનંદગાંમ પણ સામેલ છે, કોંગ્રેસે રમણ સિંહ વિરુદ્ધ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો ભત્રીજો કરુણા શુક્લા ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા છે. જ્યારે દંતેવાડા સીટ પર પણ નજરો ટકેલી રહેશે, જ્યાંથી તાત્કાલિન ધારાસભ્ય દેવતી કર્મા કોંગ્રેસના ઉમેદવાર છે. દેવતી કર્મા દિવંગત નેતા મહેન્દ્ર કર્માનાં પત્ની છે, જેમનું નક્સલી હુમલામાં મૃત્યુ થયું હતું.

હાલના સમયમાં 18માંથી 12 પર કોંગ્રેસનો કબ્જો

હાલના સમયમાં 18માંથી 12 પર કોંગ્રેસનો કબ્જો

સોમવારે કોંટા, બીજાપુર, દંતેવાડા, ચિત્રકોટ, બસ્તર, જગદલપુર, નારાયણપુર, કેશકાલ, કોંડાગાંવ, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, ખેરાગઢ, ડોંગરગઢ, રાજનાંદગાંવ, ડોગરગાંવ, ખુજ્જી અને મોહલ્લા માનપુર સીટો પર ચૂંટણી છે. હાલ આ 18 સીટોમાંથી 12 સીટ કોંગ્રેસ પાસે અને 6 સીટ ભાજપ પાસે છે.

છેલ્લા દિવસે જોરશોરથી કર્યો પ્રચાર

છેલ્લા દિવસે જોરશોરથી કર્યો પ્રચાર

ચૂંટણી અભિયાનના અંતિમ દિવસે શનિવારે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને અજીત જોગીની પાર્ટીના નેતાઓએ પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી હતી. ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિવિધ જગ્યાએ કેટલીય ચૂંટણીલક્ષી જનસભાઓને સંબોધિત કરી અને પોતાના પક્ષમાં મતદાન કરવા માટે લોકોને કહ્યું.

છત્તીસગઢ માટે અમિત શાહે જાહેર કર્યો ભાજપનો ઘોષણાપત્ર, આપ્યા આ વચનો છત્તીસગઢ માટે અમિત શાહે જાહેર કર્યો ભાજપનો ઘોષણાપત્ર, આપ્યા આ વચનો

English summary
Campaigning for first phase of Chhattisgarh Assembly Elections concludes Voting held on November 12
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X