કેપ્ટન ઘરે પરત, ભાવુક મીલન, વાંચો આજના સમાચાર

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ટોગો જેલમાંથી મુક્ત થયા બાદ ભારત પરત ફરેલા કેપ્ટન સુનિલ જેમ્સ જ્યારે મુંબઇ ખાતે પોતાના નિવાસ્થાને માતા અને પત્ની અદિતીને મળ્યા ત્યારે સ્થિતિ ભાવુક બની ગઇ હતી. ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીમાં વિજય શંખનાદ રેલી સંબોધવામાં આવી હતી. પટણામાં બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની 4થી ઓલ ઇન્ડિયા જનરલ કાઉન્સિલ મેનેજિંગ કમિટિ બેઠક દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું સન્માન કરવામાં આવ્યું હતું. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

બિલ્ડર એસોસિએશન દ્વારા સન્માન

બિલ્ડર એસોસિએશન દ્વારા સન્માન

પટણામાં બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની 4થી ઓલ ઇન્ડિયા જનરલ કાઉન્સિલ મેનેજિંગ કમિટિ બેઠક દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું સન્માન કરતા બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ્સ.

આઇએએફમાં એલસીએ તેજસ

આઇએએફમાં એલસીએ તેજસ

બેંગ્લોર ખાતે આઇએએફમાં એલસીએ તેજસના ઇન્ડુક્શનના ક્લિયરન્સ વખતે આઇએએફના પાઇલોટ્સ સાથે કેન્દ્રીય રક્ષામંત્રી એક એન્ટોની.

આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ

આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ

નવી દિલ્હીમાં જેજે કોલોની પાસે ડિમોલિશનના કાર્ય સામે વિરોધ નોંધાવી રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયા અને કાર્યકર્તાઓ.

રાજસ્થાનના મંત્રીમંડળનો વિસ્તાર

રાજસ્થાનના મંત્રીમંડળનો વિસ્તાર

જયપુર ખાતે મુખ્યમંત્રી વસુંધરા રાજે દ્વારા પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.

પહેલાં સ્નોફોલનો આનંદ

પહેલાં સ્નોફોલનો આનંદ

અનંતનાગ પાસે પહેલા સ્નોફોલનો આનંદ માણી રહેલી કાશ્મીરી કન્યા.

પીએમને મેમોરેન્ડમ

પીએમને મેમોરેન્ડમ

બ્રિજેશ કુમાર પંચના ચૂકાદા પરનુ મેમોરેન્ડમ વડાપ્રધાન મનમહોન સિંહને આપતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન કિરણ કુમાર રેડ્ડી.

વેનેઝુએલાના વિદેશમંત્રી સાથે મુલાકાત

વેનેઝુએલાના વિદેશમંત્રી સાથે મુલાકાત

નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે દેશના વિદેશમંત્રી સલમાન ખુર્શીદએ વેનેઝુએલાના વિદેશમંત્રી એલિયાસ જેઉઆ મિલાનો સાથે મુલાકાત કરી હતી.

ભાવુક મીલન

ભાવુક મીલન

ટોગો જેલમાંથી મુક્ત થયા બાદ ભારત પરત ફરેલા કેપ્ટન સુનિલ જેમ્સ જ્યારે મુંબઇ ખાતે પોતાના નિવાસ્થાને માતા અને પત્ની અદિતીને મળ્યા ત્યારે સ્થિતિ ભાવુક બની ગઇ હતી.

વારાણસીમાં મોદીની રેલી

વારાણસીમાં મોદીની રેલી

ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીમાં વિજય શંખનાદ રેલી સંબોધવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X