Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુ કાશ્મીર: કિશ્તવાડમાં ખાઇમાં પડી કાર, 8 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બુધવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. બુધવારે સાંજે લગભગ 5.30 વાગ્યે કિશ્તવાડ જિલ્લાના મારવાહ વિસ્તારમાં એક કાર ઊંડી ખીણમાં પડી હતી. જેના કારણે કારમાં સવાર આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બુધવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. બુધવારે સાંજે લગભગ 5.30 વાગ્યે કિશ્તવાડ જિલ્લાના મારવાહ વિસ્તારમાં એક કાર ઊંડી ખીણમાં પડી હતી. જેના કારણે કારમાં સવાર આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આસપાસના લોકોએ ઘટનાની જાણ નજીકના વહીવટીતંત્રને કરી હતી. રાહત બચાવ કામગીરી ચાલી રહી છે.

Jammu Kashmir

કિશ્તવાડ જિલ્લાના મારવાહના રાચલ વિસ્તારમાં કાર ખાડીમાં પડતાં ચાર મહિલાઓ સહિત આઠ લોકોનાં મોત થયાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું. મૃતકોમાં ડ્રાઈવર પણ સામેલ છે. તમામ મારવાહના રહેવાસી હતા. કારમાં સવાર તમામ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. કિશ્તવાડના ડીસી દેવાંશ યાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત કાર સ્લીડ થવાને કારણે થયો હતો.

ડીસી દેવાંશ યાદવે જણાવ્યું કે કાર અકસ્માત બુધવારે સાંજે 5.30 વાગ્યે થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ખાનગી કેબમાં આઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા અને તે તમામના અકસ્માતમાં મોત થયા છે. તેમણે કહ્યું કે આઠ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

દુર્ઘટના અંગે જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યું કે, કિશ્તવાડમાં માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો વિશે જાણીને મને દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. જિલ્લા વહીવટી તંત્રને તમામ જરૂરી સહાય પૂરી પાડવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X