For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાધે માં અને તેમના સમર્થકો પર કેસ નોંધાયો, ગંભીર આરોપો લાગ્યા

પાણીપતના સનોલી રોડ પર બલજીત નગર પાસે એક ધાર્મિક કાર્યક્રમમાં પહોંચેલી રાધે માં ને સવાલ પૂછવા પર એક ન્યુઝ ચેનલ પત્રકાર સાથે મારપીટ કરવામાં આવી.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

પોતાને દેવી ગણાવતી રાધે માં ફરી એકવાર વિવાદોમાં આવી છે. પાણીપતના સનોલી રોડ પર બલજીત નગર પાસે એક ધાર્મિક કાર્યક્રમમાં પહોંચેલી રાધે માં ને સવાલ પૂછવા પર એક ન્યુઝ ચેનલ પત્રકાર સાથે મારપીટ કરવામાં આવી. બલજીત નગર ચોકી પોલીસે રાધે માં અને તેમના સમર્થકો પર કેસ નોંધીને આ મામલે તપાસ શરુ કરી દીધી છે. પત્રકાર ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે રાધે માં અને તેમના સમર્થકો ઘ્વારા તેને જાનથી મારવાની ધમકી પણ આપવામાં આવી.

પત્રકાર જીતેન્દ્ર શર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એક ન્યુઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરે છે. તેમને રાધે માં ના કાર્યક્રમમાં કવરેજ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમને કાર્યક્રમના અંતમાં જયારે રાધે માં ને સવાલ પૂછ્યા ત્યારે તેઓ ગુસ્સે થઇ ગયા. તેનો કેમેરો તોડી નાખ્યો અને તેની સાથે મારપીટ કરવામાં આવી. તેને જબરજસ્તી ગાડીમાં નાખીને તેનું અપહરણ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. ત્યાં ઉભેલા પોલીસ કર્મચારીઓએ તેને બચાવ્યો.

કોણ છે રાધે માં

કોણ છે રાધે માં

પંજાબના દોરાંગલાની નિવાસી રાધેમાંએ પંજાબથી પોતાનો ચમત્કારો દેખાડવાનું શરૂ કર્યું હતું પણ ત્યારે તે સાદગીમાં જ રહેતી હતી. પણ ગુપ્તા પરિવારમાં આવ્યા બાદ રાધેમાંને એક ગ્લેમર ગર્લ તરીકે રજૂ કરવામાં આવ્યા. તેમના દસે હાથમાં હીરાની વીંટીઓ હોય છે એટલું જ નહીં તેમના મેકઅપ માટે એક આખી ટીમ છે. વળી તેમના દર્શન માટે પણ ખાસ સેટ તૈયાર કરવામાં આવે છે.

હાથમાં ત્રિશુળ

હાથમાં ત્રિશુળ

રાધે માના હાથમાં લગભગ એક ફુટ લાંબુ ધાતુનું ત્રિશુળ હોય છે. ભક્તોના કહેવા મુજબ આ ત્રિશુળ થકી જ તે ભગવાનથી જોડાય છે. જ્યારે પણ તે ભક્તોની સામે આવે છે તેમના હાથમાં આ ત્રિશુળ અવશ્ય હોય છે. રાધે મા આમ તો ચૂપ જ રહે છે પણ ભક્તોનું કહેવું છે કે તે બોલે છે. તેમનું પસંદગીનું પ્રવચન છે ભક્તી કરો.

ડૉલી બિન્દ્રાએ રાધે મા પર લગાવ્યો યૌન શોષણનો આરોપ

ડૉલી બિન્દ્રાએ રાધે મા પર લગાવ્યો યૌન શોષણનો આરોપ

ડૉલી બિન્દ્રાએ ગૉડ મધર રાધે મા પર આરોપ લગાવ્યો છે કે તેમણે ચંદીગઢમાં એક મોટા પોલિસ અધિકારીના ઘરે તેનું યૌન શોષણ કરાવ્યુ છે. બિન્દ્રાએ આ વિશે એક ટ્વિટ કર્યુ છે. જેમાં તેમણે કહ્યુ છે કે વર્ષ 2015માં રાધે મા અને તેમના ભક્તોએ તેમને ચંદીગઢ સ્થિત પંજાબ પોલિસના એક મોટા અધિકારીના ઘરે યૌન શોષણનો શિકાર બનાવી હતી. આના વિરોધમાં તેમણે તરત જ અવાજ ઉઠાવ્યો હતો પરંતુ રાધે મા અને પોલિસ અધિકારીની ઉંચી પહોંચના કારણે સમગ્ર મામલો રફે-દફે કરી દેવાયો. બિન્દ્રાએ કહ્યુ કે તેમણે પોતાની સાથે થયેલી ગંદી હરકતની ફરિયાદ પોલિસમાં પણ કરાવી હતી પરંતુ પોલિસે સમગ્ર મામલે કોઈ પગલાં લીધા નહોતા.

English summary
Case Filed against Radhe maa and her supporters, serious allegations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X