આધાર કાર્ડથી કેશ ફોર ટ્રાન્સફર યોજનાને મુશ્કેલી

સીધા કેશ ટ્રાન્સફરની યોજનામાં આઘાર કાર્ડ નંબરને આધારે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી કેશ પહોંચી જાય તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. સરકારે દેશના 16 રાજ્યના 43 જિલ્લાઓમાં 1 જાન્યુઆરી, 2013થી તેને અમલી બનાવવા માટેનો નિર્ણય લીધો છે. સૂત્રોનું કહેવું છે કે આ જિલ્લાઓમાં આધાર કાર્ડની ઉપલબ્ધતા ઘણી ઓછી છે. ખાસ કરીને જે જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે તેના ગ્રામ્ય વિસ્તારોમાં આધાર કાર્ડ 100 ટકા ઉપલબ્ધ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં જે જિલ્લાઓમાં આ યોજના શરૂ કરવામાં આવવાની છે તેમાંથી અનેક સ્થળોએ આધાર કાર્ડનો ડેટા ઉપલબ્ધ નથી. કેટલાક જિલ્લાઓમાં કાર્ડ બેંક સાથે જોડાયેલા નથી. કેન્દ્ર સરકારે આ સમસ્યાને પારખીને વરિષ્ઠ અધિકારીઓને આ જિલ્લાઓમાં મોકલીને યોજનાના અમલીકરણની તૈયારી અંગે ચેતવ્યા છે.












Click it and Unblock the Notifications
