For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યુ, 2011ની વસ્તી ગણતરીમાં જાતિ સાથે જોડાયેલા આંકડા કોઈ કામના નથી

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ છે કે વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં જે જાતિ સાથે જોડાયેલા આંકડા એકઠા કરવામાં આવ્યા હતા તે કોઈ કામના નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ છે કે વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં જે જાતિ સાથે જોડાયેલા આંકડા એકઠા કરવામાં આવ્યા હતા તે કોઈ કામના નથી. તેનો કોઈ પણ પ્રકારનો અધિકૃત ઉપયોગ ન કરી શકાય કારણકે તેમાં ઘણી ખામીઓ છે. સાથે જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ છે કે તે જાતી કે પછાત જાતિ સાથે જોડાયેલા આંકડા 2022ની વસ્તી ગણતરી દરમિયાન એકઠા કરવાના પક્ષમાં નથી. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે તે માત્ર એસસી અને એસટી સાથે જોડાયેલા આંકડા એકઠા કરવાના પક્ષમાં છે.

SC

સુપ્રીમ કોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલ એફિડેવિટમાં કેન્દ્રએ મહારાષ્ટ્ર સરકારની અરજી પર વાંધો વ્યક્ત કરીને કહ્યુ કે 2011ની વસ્તી ગણતરીમાં જાતિ સાથે આધારિત આંકડા સાર્વજનિક ન કરી શકાય કારણકે તેમાં ઘણી ભૂલો છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારે 2011ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત આંકડાઓને સાર્વજનિક કરવાની માંગ કરી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે વસ્તી ગણતરી દરમિયાન એકઠા કરવામાં આવેલ આંકડાઓમાં ખામીઓ છે, જાતિ સાથે જોડાયેલા આંકડા ભરોસાપાત્ર અને વિશ્વસનીય આંકડા ઉપલબ્ધ નથી કે જે બંધારણીય કે કાનૂની રીતે અનામત, પ્રમોશન વગેરે માટે ઉપયોગ કરી શકાય.

તમને જણાવી દઈએ કે 2011માં વસ્તી ગણતરી યુપીએ સરકારના કાર્યકાળમાં થઈ હતી. દેશમાં પહેલી વાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવામાં આવી હતી. આ પહેલા 1931માં આ રીતની વસ્તી ગણતરી કરાવવામાં આવી હતી. દેશમાં પહેલી વસ્તી ગણતરીની વાત કરીએ તો તે 1881માં થઈ હતી. ત્યારબાદ દર10 વર્ષ પછી વસ્તી ગણતરી કરાવવામાં આવે છે. આ વર્ષે વસ્તી ગણતરીને એટલા માટે ટાળી દેવામાં આવી છે કારણકે કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે આવતા વર્ષે ફરીથી ફેબ્રુઆરીમાં વસ્તી ગણતરી કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં 11 સભ્યોના નેતાઓના દળે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આમાં બધા નેતાઓએ માંગ કરી કે જાતિ આધારિત વસ્તી ગણતરીમાં ઓબીસી સાથે જોડાયેલા આંકડાઓ એકઠા કરવામાં આવે. વળી, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે જુલાઈ મહિનામાં લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં કહ્યુ હતુ કે અમે એસસી અને એસટી સાથે જોડાયેલા આંકડા ઉપરાંત અન્ય જાતિઓ સાથે જોડાયેલા આંકડાઓને એકઠા કરવાના પક્ષમાં નથી અને આ અમારી પૉલિસીનો ભાગ નથી.

English summary
Caste census data of 2011 are unusable: Centre tell SC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X