For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પેપર ફેંકો, રોકાઓ, કોઇ ના ઉઠાવે તો....' સાવધાન! ગાઝિયાબાદમાં આવા પેંતરાઓથી થઇ રહી છે ચોરી

ઘરોમાં ચોરી કરવા માટે ચાલાક ચોરોએ આજકાલ નવી યુક્તિ અપનાવી છે. આ યોજનાથી ચોરોને ખબર પડે કે ઘરમાં કોઈ છે કે નહીં? ગાઝિયાબાદમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં ચોરો છાપાનો ઉપયોગ કરીને મકાનોની

|
Google Oneindia Gujarati News

ઘરોમાં ચોરી કરવા માટે ચાલાક ચોરોએ આજકાલ નવી યુક્તિ અપનાવી છે. આ યોજનાથી ચોરોને ખબર પડે કે ઘરમાં કોઈ છે કે નહીં? ગાઝિયાબાદમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં ચોરો છાપાનો ઉપયોગ કરીને મકાનોની રેકી કરી રહ્યા છે. આ નવા પેંતરા દ્વારા હવે ચોરોએ એક નિવૃત્ત બેંક અધિકારીના ઘરને નિશાન બનાવ્યું છે.

વૈષ્ણોદેવી ગયો હતો પરીવાર

વૈષ્ણોદેવી ગયો હતો પરીવાર

આ ઘટના ગાઝિયાબાદના અવંતિકા ફેઝ 2 થી સામે આવી છે. અહી ચોરોની ટોળકીએ છાપાનો ઉપયોગ એ જાણવા માટે કે કર્યો છેકે ઘરમાં કોઈ પરિવાર છે કે નહીં અને પછી લગભગ 10 લાખ રૂપિયાની રોકડ અને ઘરેણાની ચોરી કરી છુમંતર થઇ ગયા હતા. બુધવારે જ્યારે પરિવાર વૈષ્ણોદેવીની મુલાકાતેથી પરત ફર્યો ત્યારે ચોરીની ઘટનાની ખબર પડી હતી. પરિવારમાં ત્રણ લોકો હતા.

ઘરમાં 10 લાખની ચોરી

ઘરમાં 10 લાખની ચોરી

પરિવારના વડા રવીન્દ્ર કુમાર બંસલે જણાવ્યું કે જ્યારે અમે પાછા ફર્યા તો જોયું કે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને સામે લોખંડની જાળીનો દરવાજો થોડો ખુલ્લો હતો. ઘરની બહાર એક છાપુ પણ ખુલ્લામાં પડેલું હતું. ઘરના રૂમમાં તોડફોડ કરી ચોર રોકડ ઉપરાંત સોના-ચાંદીના દાગીના લઈને પલાયન થઈ ગયા હતા. કુલ મળીને અંદાજે 10 લાખની ચોરી થઈ છે.

પુરી પ્લાનિંગ સાથે આવ્યા ચોર

પુરી પ્લાનિંગ સાથે આવ્યા ચોર

ચોરોએ મોટી ચોરીનો પ્લાન બનાવીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. કબાટનું લોકર તોડી 5 લાખની રોકડ અને અંદાજે 5 લાખની કિંમતના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. અહીં પરિવારને સૌથી અજીબ વાત એ ઘરની બહાર પડેલું છાપુ હતું, કારણ કે તેમની પાસે કોઈ પ્રકારનું ન્યૂઝ પેપર મંગાવેલ નહોતું. એટલું જ નહીં, ચોર સીસીટીવીનું ડીવીઆર પણ પોતાની સાથે લઈ ગયા જેથી કોઈ સુરાગ ન મળી શકે.

ચોરોએ પરિવાર ઘરે નથી કે કેમ તે તપાસવા માટે છાપાનો ઉપયોગ કર્યો હતો. બંસલના કહેવા પ્રમાણે, આ ચોરો માટે એ જાણવાનો એક રસ્તો છે કે ઘરમાં કોઈ હાજર છે કે નહીં. અમને મળેલું છાપુ 29 ઓક્ટોબરનું હતું અને અમે વેકેશનમાં બહાર હતા તે દરમિયાન થોડા દિવસો માટે બહાર પડી રહ્યું હતું. 29મી ઓક્ટોબરની બપોર સુધીમાં તે પોતાના ઘરના સીસીટીવી કેમેરા પર નજર રાખી રહ્યો હતો, એવું વિચારીને કે આ ઘટના રાત્રે બની હશે. ચોરીના બનાવ સંદર્ભે પોલીસે કવિનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને ચોરોની શોધખોળ શરૂ કરી છે.

English summary
Caution! In Ghaziabad, thieves are committing theft with such tactics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X