For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB સ્કેમ : CBIએ બ્રેડી હાઉસ બ્રાંચના હેડ રાજેશ જિંદલની કરી ધરપકડ

સીબીઆઇ દ્વારા પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે થઇ રહી છે એક પછી એક ધરપકડ. સીબીઆઇ દ્વારા હાલ રાજેશ જિંદાલની ધરપકડ કરવામાં આવી છે. જાણો આ મામલે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

પંજાબ નેશનલ બેંકમાં થયેલા 11 હજાર 400 કરોડના કૌભાંડમાં સીબીઆઇએ તપાસ સધન કરી છે. સીબીઆઇએ કૌભાંડ થયું તે વખતના બેંકના અધિકારી રાજેશ જિંદલની ધરપકડ કરી છે. જિંદલ પીએનબીમાં મુંબઇ સ્થિત બ્રૈડી હાઉચ બ્રાંચના હેડ હતા. તમને જણાવી દઇએ કે રાજેશ જિંદલ 2009 થી 2011ની વચ્ચે બ્રીચ બ્રૈડી હાઉચના બ્રાંચ હેડ રહેલ છે. જિંદલ પર આરોપ છે કે તેમણે તે સમયે નિરવ મોદીને કંપનીના લેટર ઓફ અંડરટેકિંગ એટલે કે એલઓયુ જાહેર કરવા દીધા હતા. ઉલ્લેખનીય છે કે કૌભાંડ મામલે આ પહેલા પીએનબીના ત્રણ અધિકારીની ધરપકડ થઇ ચૂકી છે. અને હવે જિંદલની પણ ધરપકડ સીબીઆઇએ કરી છે. સાથે જ તમને જણાવી દઇએ કે મંગળવારે સીબીઆઇએ 11,400 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે મુખ્ય આરોપી નિરવ મોદીના ફાઇવ સ્ટાર ડાયમંડ કંપનીના અધ્યક્ષ (નાણાંકીય) વિપુલ અંબાણીની પણ ધરપકડ કરી હતી.

pnb

અધિકારીઓએ જાણકારી આપી હતી કે આ મામલે આ પહેલી મોટી ધરપકડ છે. જો કે આ કેસના મુખ્ય બે આરોપી નિરવ મોદી અને મેહુલ ચૌકશી આ પહેલા જ દેશ છોડીને રફુ ચક્કર થઇ ચૂક્યા છે. સોમવારે પણ સીબીઆઇ દ્વારા પીએનબીના ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇએ તેમાં એકલ ખિડકા જે ઓપરેટર હતા, મનોજ ખરાત અને સેવાનિવૃત્ત કર્મચારી ગોકુલનાથ શેટ્ટીની ધરપકડ કરી રહી છે. આમ જોવા જઇએ તો સીબીઆઇ એક પછી એક આ કેસમાં ધરપકડનો સીલસીલો આગળ વધારી રહી છે. સોમવારે વિદેશી મુદ્રાના મુખ્ય પ્રબંધક બેચુ તિવારી, સ્કેલ 2 પ્રબંધક યશવંશ જોશી અને સ્કેલ 1 સંચાલન અધિકારી પ્રભુલ્લ સાવંતની પણ ધરપકડ કરવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં સીબીઆઇ દ્વારા 9 થી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

English summary
CBI arrested a General Manager(GM) rank officer of Punjab National Bank Rajesh Jindal. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X