For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીકે સિંહ લાંચકાંડઃ તેજિંદર સિંહને ત્યાં સીબીઆઇના દરોડા

By Super
|
Google Oneindia Gujarati News

cbi
નવીદિલ્હી, 20 ઑક્ટોબરઃ પૂર્વ સેના પ્રમુખ જનરલ વી કે સિંહને લાંચ આપવાના મામલે સીબીઆઇએ કેસ દાખલ કર્યો છે. પૂર્વ સૈન્ય પ્રમુખ જનરલ વી કે સિંહને કથિત રીતે લાંચની રજૂઆતના મામલે સીબીઆઇએ આજે નિવૃત લેફ્ટનેન્ટ જનલર તેજિંદર સિંહ, ટ્રાટ્રા પ્રમુખ રવિ ઋષિ અને તેમના સહયોગી અનિલ મનસુખાનીના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા.

સીબીઆઇએ સવારે સાત વાગ્યે દિલ્હી અને મુંબઇમાં પાંચ સ્થાનો પર દરોડા પાડ્યા. પૂર્વ સેના પ્રમુખે ટ્રાટ્રા ટ્રકની ખરીદીમાં 14 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ લેફ્ટનેન્ટ તેજેન્દ્ર સિંહએ પૂર્વ સેના પ્રમુખ વી કે સિંહ વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં માનહાનિનો દાવો ઠોક્યો હતો.

પૂર્વ સેના પ્રમુખ વિરુદ્ધ આ કેસ હજુ પણ કોર્ટમાં લંબિત છે. નોંધનીય છે કે પૂર્વ સેના પ્રમુખ જનરલ વી કે સિંહે સીબીઆઇને લખેલી પોતાની 22 પેજની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેજિંદર સિંહે ટ્રાટ્રા પ્રમુખ રવિ ઋષિ તરફથી તેમની સામે 14 કરોડ રૂપિયાની લાંચનો પ્રસ્તાવ મુક્યો હતો.

English summary
CBI carries out raids at five places in Delhi in connection with former Army chief V K Singh's allegations that he was offered bribe to clear deal of substandard vehicles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X