તમિલનાડુ કેસમાં પોલિસવાળાએ પિતા-પુત્રને પોલિસ સ્ટેશનમાં 7 કલાક સુધી માર્યાઃ CBI

તમિલનાડુના થુથુકુડીમાં પોલિસ કસ્ટડીમાં થયેલી પિતા-પુત્રના મોત કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

નવી દિલ્લીઃ તમિલનાડુના થુથુકુડીમાં પોલિસ કસ્ટડીમાં થયેલી પિતા-પુત્રના મોત કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યુ કે આરોપી પોલિસકર્મીઓએ પોલિસ સ્ટેશનની અંદર જયરાજ અને તેના પુત્ર બેનિક્ને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર્યા. ચાર્જશીટ મુજબ બંને પિતા-પુત્રને પોલિસ સ્ટેશનની અંદર સાંજે લગભગ 7.45 વાગ્યાથી લઈને સવાર 3 વાગ્યા સુધી ટૉર્ચર કરવામાં આવ્યા હતા.

tamilnadu case

સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં કહ્યુ, 'નવી દિલ્લી સીએફએસએલના વિશેષજ્ઞોએ પોતાના રિપોર્ટમાં આ વાત સ્પષ્ટ કરી છે કે થુથુકુડીના સાથાનકુલમ પોલિસ સ્ટેશનમાં આરોપી પોલિસકર્મીઓની લાઠીઓ પર જે લોહીના નિશાન મળ્યા અને પોલિસ સ્ટેશનના લૉકઅપની દિવાલો પર જે લોહી મળ્યુ, તે જયરાજ અને તેના દીકરા બેનિક્સનુ જ છે. જયરાજ અને તેના દીકરા બેનિક્સને આરોપી પોલિસકર્મીઓએ પોલિસ સ્ટેશનની અંદર બંધ કરીને 19 જૂનની સાંજે 7.45 વાગ્યાથી લઈને 20 જૂનની સવારે 3 વાગ્યા સુધી ખરાબ રીતે યાતનાઓ આપી.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X