આદર્શ કૌભાંડમાં શિંદેની સીબીઆઇની ક્લીન ચીટ

તેના જવાબમાં સીબીઆઇએ સૌગંદનામુ દાખલ કરીને બોમ્બે કોર્ટને જણાવ્યું કે કૌભાંડની તપાસ દરમિયાન એવું કોઇ તથ્ય સામે નથી આવ્યું જેનાથી માની શકાય કે સુશીલ શિંદેએ પોતાના સરકારી પદનો ખોટો ઉપયોગ કર્યો હોય. જેનાથી રિટાયર્ડ સેના અધિકારી એન એમ ખાનખોજેને આદર્શ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સામેલ કરવામાં આવે.
સીબીઆઇએ જણાવ્યું કે કોઇ પ્રકારની ચાલની જાણ થતી નથી. તપાસ દરમિયાન જે હકીકતો બહાર આવી છે તેના આધારે સીબીઆઇને લાગતું નથી કે આદર્શ કૌભાંડમાં સુશીલ કુમાર શિંદેને આરોપી બનાવવામાં આવે.
સીબીઆઇએ પોતાના સોગંદનામામાં એમ પણ જણાવ્યું કે અમને શિંદે અને મેજર ખાનખોજે વચ્ચે કોઇ પારિવારિક સંબંધ હોવાની પણ જાણ થઇ નથી. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છેકે પ્રમોટર કન્હૈયાલાલ ગિડવાનીએ સોસાયટીમાં બિન સૈનિક ક્ષેત્રના લોકોને પણ સામેલ કર્યા હતા.












Click it and Unblock the Notifications
