For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલગેટ: બેકફૂટ પર CBI, બંધ થશે બિરલા સામેનો કેસ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ઓક્ટોબર: કોલસા ખાણ ફાળવણીમાં સીબીઆઇ હિંડાલ્કોના માલિક કુમાર મંગલમ બિરલાની સામે કેસ બંધ કરી શકે છે. સૂત્રો અનુસાર સીબીઆઇનું કહેવું છે કે એફઆઇઆર માત્ર શરૂઆતી કાર્યવાહી છે અને જો તપાસમાં કંઇ ખોટું નહીં મળી આવે તો કેસ બંધ થઇ શકે છે.

આ પહેલા વડાપ્રધાને હિંડાલ્કોને કોલ બ્લોક આપવાના નિર્ણયને બિલકૂલ યોગ્ય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હિંડાલ્કોને મેરિટના આધાર પર કોલ બ્લોકની ફાળવણી કરવામાં આવી છે અને તેમાં કંઇ ખોટું નથી થયું. આ પહેલા કુમાર મંગલમ નાણામંત્રી ચિદમ્બરમને પણ મળી ચૂક્યા છે. બીજી બાજું સીબીઆઇએ આ કોલ બ્લોક મેળવવાના આધાર પર જ મંગલમ બિરલા પર એફઆઇઆર નોંધાવી છે.

birla
હિંડાલ્કોને ખાણ ફાળવણીના મામલા પર પીએમઓની સ્પષ્ટતા બાદ બીજેપીએ પીએમને બાકી મામલાઓમાં પણ પક્ષ રાખવા માટે જણાવ્યું છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે શું ખાણ ફાળવણીમાં નોંધાયેલ તમામ 14 એફઆઇઆર પર પીએમ તરફથી સ્પષ્ટીકરણ આવશે. ત્યારે જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવ અનુસાર કોલસા ઘોટાળામાં સીબીઆઇ દ્વારા પીએમનું નિવેદન લેવાતા શું બગડી જશે. આની પર કોંગ્રેસે પીએમનો બચાવ કરતા જણાવ્યું કે પીએમ સ્પષ્ટતા આપી ચૂક્યા છે, આની પર વધારે કંઇપણ બોલવાની જરૂરત નથી.

મળતી જાણકારી અનુસાર કોલસા ખાણ ફાળવણી કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઇ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇ હવે કોલસા કૌભાંડની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠ કરી રહી છે.

English summary
CBI may close Coalgate case against Kumar Mangalam Birla, BJP said Good that PM explained about block allocation to Hindalco.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X