VVIP હેલીકોપ્ટર કૌભાંડમાં મોટા માથાઓના નામ
નવી દિલ્હી, 27 જૂન: સીબીઆઇએ આંગ્લ-ઇતાલવી કંપની અગસ્તા વેસ્ટલેંડની સાથે મહત્વપૂર્ણ વ્યક્તિઓ (VVIP) માટે 3600 કરોડ રૂપિયાના સોદામાં લાંચના આરોપની તપાસના સિલસિલામાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમકે નારાયણની પૂછપરછ કરી છે.
સીબીઆઇ સૂત્રોએ જાણકારી આપી કે ડિલના મામલામાં 80 વર્ષીય નારાયણને પોતાનું નિવેદન નોંધાવવા માટે સીબીઆઇના અધિકારીઓ સમક્ષ હાજર રહેવા જણાવાયું હતું. નારાણય એ સમૂહમાં સામેલ હતા જેણે હેલિકોપ્ટર ખરીદતા પહેલા તમામ પ્રક્રિયાઓને જોઇ હતી.

સીબીઆઇએ સોદામાં 360 કરોડ રૂપિયાની લાંચ મામલાની તપાસના સંદર્ભમાં તેમનું નિવેદન રેકોર્ડ કરવાની પરવાનગી માંગી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં યૂપીએ સરકારે આ ડિલને રદ્દ કરી દીધી હતી.












Click it and Unblock the Notifications
