જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના પૂર્વ સહયોગીના ઘરે સીબીઆઈની રેડ
સીબીઆઈની ટીમ જમ્મુ કાશ્મીર અને દિલ્હીમાં 9 અલગ-અલગ સ્થળો પર દરોડા પાડી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે કથિત વીમા કૌભાંડના સંદર્ભમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. જે સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના પૂર્વ અધિકારીનું ઘર પણ સામેલ છે.

અધિકારીએ જણાવ્યું કે સીબીઆઈની ટીમે આજે સવારે દરોડા પાડવાની શરૂઆત કરી હતી. પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકના સહયોગી અને અન્ય લોકોના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મલિકની 28 એપ્રિલે પૂછપરછ કરવામાં આવી હતી, હવે સીબીઆઈ આ કેસમાં દરોડા પાડી રહી છે.
સીબીઆઈની ટીમ સુનક બાલીના ઘરે પણ દરોડા પાડી રહી છે. સુનક બાલી જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના પ્રેસ સેક્રેટરી હતા. સીબીઆઈની ટીમે ઈન્સ્યોરન્સ કૌભાંડમાં તેની સામે પણ આ દરોડા પાડ્યા છે.આપને જણાવી દઈએ કે 28 એપ્રિલે સીબીઆઈની ટીમે સત્યપાલ મલિકની તેમના ઘરે પૂછપરછ કરી હતી.
સીબીઆઈના દરોડા પર સત્યપાલ મલિકે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સીબીઆઈની ટીમ ફરિયાદ કરનાર વ્યક્તિને પરેશાન કરી રહી છે. તેઓ મારા પ્રેસ સેક્રેટરી હતા, તેઓ સરકાર પાસેથી કોઈ પગાર પણ લેતા ન હતા.
સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીર, બિહાર, ગોવા, મેઘાલયના રાજ્યપાલ રહી ચૂક્યા છે. આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ સીબીઆઈની ટીમે આ કેસમાં નિવેદન નોંધ્યું હતું.
સત્યપાલ મલિકે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને ફાઇલો ક્લિયર કરવા માટે લાંચની ઓફર કરવામાં આવી હતી. સત્યપાલ મલિકને 2018માં જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકે મોકલવામાં આવ્યા હતા. 5 ઓગસ્ટ 2019 ના રોજ, સરકારે કલમ 370 નાબૂદ કરી.
માર્ચ 2022માં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું હતું કે સત્યપાલ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે, તેથી પ્રશાસને આ મામલો સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ પછી સીબીઆઈની ટીમે બે એફઆઈઆર નોંધી હતી. ત્યારથી સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે અને આજે તે અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે.
#WATCH | Delhi: CBI raid underway at the residence of Sunak Bali, the then press secretary of former J&K Governor Satyapal Malik, in connection with an alleged insurance case. pic.twitter.com/iTYaZloekp
— ANI (@ANI) May 17, 2023












Click it and Unblock the Notifications
